ફોન ગિફ્ટ ન કરતા ગુસ્સે થયેલી પ્રેમિકાએ ભરબજારે પ્રેમીને લાફા માર્યા

26 May, 2019 08:40 AM IST  | 

ફોન ગિફ્ટ ન કરતા ગુસ્સે થયેલી પ્રેમિકાએ ભરબજારે પ્રેમીને લાફા માર્યા

વિશ્વભરમાં ૧૪મી ફેબ્રુઆરી વૅલેન્ટાઇન્સ ડે એટલે કે પ્રેમના દિવસ તરીકે ઊજવાય છે, પણ ચીનમાં ૨૦ મેએ લવર્સ ડે એટલે કે ચાઇનીઝ વૅલેન્ટાઇન્સ ડે તરીકે મનાવાય છે. આ દિવસે પ્રેમી પંખીડાંઓ એકમેકને પ્રપોઝ કરવાનું, સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું અને રોમૅન્ટિક ડેટ પર જવાનું પસંદ કરે છે. જોકે સિચુઆન પ્રાંતના એક મૉલની બહારના વિસ્તારમાં એ દિવસે રોમૅન્ટિક નહીં, પણ શૉકિંગ એન્કાઉન્ટર લોકોને જોવા મળ્યું. એક યુવતી તેના બૉયફ્રેન્ડ સાથે જાહેરમાં જોરજોરથી લડાઈ કરી રહી હતી. સામે પ્રેમીભાઈ ચૂપચાપ માથું નીચું રાખીને સાંભળી રહ્યા હતા. વાત માત્ર આટલેથી અટકી નહીં, પ્રેમિકાએ બૉયફ્રેન્ડના મોઢા પર તમાચો જડી દીધો એમ છતાં પેલો પથ્થરની મૂર્તિની જેમ હલ્યા વિના ત્યાં જ ખોડાયેલો રહ્યો. એ પછી કન્યા જોરજોરથી બબડતી રહી અને વચ્ચે-વચ્ચે લાફા ઝીંકતી રહી. આસપાસના લોકોએ શરૂઆતમાં તો ધ્યાન ન આપ્યું પણ જ્યારે લાફાબાજી અટકી જ નહીં એટલે કોઈકે પોલીસને ફોન કરી દીધો.

પોલીસે આવીને પેલી યુવતીને પકડી લીધી અને તેને ધમકાવવાનું શરૂ કરી દીધું. આ વખતે પણ તેનો બૉયફ્રેન્ડ સાથે જ હતો અને પ્રેમિકાને પોલીસથી બચાવવાની કોશિશ કરતો હતો. આખરે પોલીસે યુવતીને છોડીને ભાઈને પૂછ્યું કે આ મામલો શું છે ત્યારે વાત સ્પષ્ટ થઈ હતી. વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ગર્લફ્રેન્ડ ઇચ્છતી હતી કે તેને નવો ફોન ગિફ્ટ કરવામાં આવે, પણ આ ભાઈ નવો ફોન લાવ્યા નહોતા એટલે તે બહુ જ ગુસ્સામાં હતી. જ્યારે પોલીસે દલીલ કરી કે આટલી નાની વાતે તે તને ઝૂડ્યે રાખે છે અને તું હજીયે તેને બચાવે છે કેમ? ત્યારે પેલા ભાઈએ રાઝ ખોલ્યું કે ‘મારો મોટા ભાગનો ખર્ચ ગર્લફ્રેન્ડ જ આપતી આવી છે એટલે તેની ફોન લાવવાની જીદ વાજબી હતી. હું ઇચ્છું છું કે તેનો ગુસ્સો નીકળી જાય. તેનો ગુસ્સો રોજિંદા ખર્ચની બાબતમાં ન છલકાય એ માટે આ જરૂરી છે.’

આ પણ વાંચો: આને કહેવાય પાકિસ્તાનઃ મૉપેડ પર ગાય સાથે સવારી

વિશ્વભરમાં ૧૪મી ફેબ્રુઆરી વૅલેન્ટાઇન્સ ડે એટલે કે પ્રેમના દિવસ તરીકે ઊજવાય છે, પણ ચીનમાં ૨૦ મેએ લવર્સ ડે એટલે કે ચાઇનીઝ વૅલેન્ટાઇન્સ ડે તરીકે મનાવાય છે. આ દિવસે પ્રેમી પંખીડાંઓ એકમેકને પ્રપોઝ કરવાનું, સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું અને રોમૅન્ટિક ડેટ પર જવાનું પસંદ કરે છે. જોકે સિચુઆન પ્રાંતના એક મૉલની બહારના વિસ્તારમાં એ દિવસે રોમૅન્ટિક નહીં, પણ શૉકિંગ એન્કાઉન્ટર લોકોને જોવા મળ્યું. એક યુવતી તેના બૉયફ્રેન્ડ સાથે જાહેરમાં જોરજોરથી લડાઈ કરી રહી હતી. સામે પ્રેમીભાઈ ચૂપચાપ માથું નીચું રાખીને સાંભળી રહ્યા હતા. વાત માત્ર આટલેથી અટકી નહીં, પ્રેમિકાએ બૉયફ્રેન્ડના મોઢા પર તમાચો જડી દીધો એમ છતાં પેલો પથ્થરની મૂર્તિની જેમ હલ્યા વિના ત્યાં જ ખોડાયેલો રહ્યો. એ પછી કન્યા જોરજોરથી બબડતી રહી અને વચ્ચે-વચ્ચે લાફા ઝીંકતી રહી. આસપાસના લોકોએ શરૂઆતમાં તો ધ્યાન ન આપ્યું પણ જ્યારે લાફાબાજી અટકી જ નહીં એટલે કોઈકે પોલીસને ફોન કરી દીધો. પોલીસે આવીને પેલી યુવતીને પકડી લીધી અને તેને ધમકાવવાનું શરૂ કરી દીધું. આ વખતે પણ તેનો બૉયફ્રેન્ડ સાથે જ હતો અને પ્રેમિકાને પોલીસથી બચાવવાની કોશિશ કરતો હતો. આખરે પોલીસે યુવતીને છોડીને ભાઈને પૂછ્યું કે આ મામલો શું છે ત્યારે વાત સ્પષ્ટ થઈ હતી. વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ગર્લફ્રેન્ડ ઇચ્છતી હતી કે તેને નવો ફોન ગિફ્ટ કરવામાં આવે, પણ આ ભાઈ નવો ફોન લાવ્યા નહોતા એટલે તે બહુ જ ગુસ્સામાં હતી. જ્યારે પોલીસે દલીલ કરી કે આટલી નાની વાતે તે તને ઝૂડ્યે રાખે છે અને તું હજીયે તેને બચાવે છે કેમ? ત્યારે પેલા ભાઈએ રાઝ ખોલ્યું કે ‘મારો મોટા ભાગનો ખર્ચ ગર્લફ્રેન્ડ જ આપતી આવી છે એટલે તેની ફોન લાવવાની જીદ વાજબી હતી. હું ઇચ્છું છું કે તેનો ગુસ્સો નીકળી જાય. તેનો ગુસ્સો રોજિંદા ખર્ચની બાબતમાં ન છલકાય એ માટે આ જરૂરી છે.’

 

hatke news offbeat news gujarati mid-day