એક મહિનાથી ઘરે જ હતી કાર, તો પણ કપાયું ચલણ!

05 October, 2019 04:21 PM IST  |  ગાઝિયાબાદ

એક મહિનાથી ઘરે જ હતી કાર, તો પણ કપાયું ચલણ!

પ્રતિકાત્મક તસવીર

ચલણ..આ શબ્દ જ નહીં વાહન ચાલકો માટે હવે ડર બની ગયો છે. જ્યારથી નવો મોટર વ્હીકલ એક્ટ આવ્યો છે ત્યારથી ચલણની રકમ વધતી જાય છે. હાલમાં જ સામે આવેલો મામલો તો અજીબો ગરીબ છે. વાત એવી છે કે ગાઝિયાબાદના અરૂણ શર્માના મામાના નામે 15 ઈ-ચલણ આવ્યા, જેનાથી તેઓ પરેશાન હતા. કારણ કે છેલ્લા કેટલાક સમયથી તેમણે પોતાની કાર રસ્તા પર ઉતારી જ નહોતી. તેમના પ્રમાણે તેમની કાર ઘરે જ હતી. તો સવાલ એ છે કે ચલણ કઈ વાતનું?

15 ઈ-ચલણ કપાયા
અરૂણ શર્માના પ્રમાણે ટ્રાફિક પોલીસે તેમના મામાને ઑગસ્ટ મહિનમાં ઈ-ચલણ મોકલ્યા. દિલચસ્પ વાત એ છે કે ઑગસ્ટ મહિનામાં તેઓ ગાડી લઈને ઘરની બહાર ગયા જ નહોતા.

મામાના નામ પર છે ગાડી
હિંદુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, બુલંદશહરના અરૂણ શર્માએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે ગાડી તેમના મામાના નામ પર છે, જે ઑગસ્ટથી ઘરમાં જ છે. તેમણે કહ્યું કે તેમના મામાને 16 ઑગસ્ટથી ઈ-ચલણ મળી રહ્યા છે. જે બાદ તેમણે આ મામલે અરૂણને પુછ્યું.

શા માટે મોકલાયા ચલણ?
ટ્રાફિક પોલીસે મોકલેલા સંદેશમાં જણાવવામાં આવ્યું હતું કે આ ચલણ અલગ-અલગ વિસ્તારમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ ચલણ મોકલવામાં આવ્યા છે. કેટલાક ચલણ તો અક્ષરધામ મંદિરની આસપાસના હતા. બન્યું એવું કે મંગળવારે તેઓ પોતાના પિતા શિવશંકર સાથે અક્ષરધામ તરફ જઈ રહ્યા હતા, ત્યારે તેમની નજર એક સફેદ સેલેરિયો કાર પર પડી, જેના પર તેમની જ ગાડીનો રજિસ્ટ્રેશન નંબર હતો.

આ પણ જુઓઃ Aishwarya Majmudar: જુઓ ગરબા પ્રિન્સેસના અમેઝિંગ નવરાત્રી લૂક્સ

આવી રીતે પકડાયો આરોપી..
આ ગાડી તેજ ગતિથી જઈ રહી હતી. તેમણે કારનો પીછો કર્યો. જ્યારે કાર ગાઝિયાબાદના સેક્ટર 23માં પહોંચી તો, તેમણે પોલીસને ફોન કર્યો. અને પોલીસે એક શખ્સને પકડી લીધો. ગાઝિયાબાદના એસપીએ કહ્યું કે સંદિગ્ધનું નામ સુનિલ કુમાર છે, જે કેબ ચલાવે છે. તેમણે હરિશંકરના વાહનનો નંબર કોપી કર્યો જેથી તે ચલણથી બચી શકે. સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી છે અને કેબના માલિકની તેઓ તપાસ કરી રહ્યા છે.

hatke news offbeat news ghaziabad