ઘુવડે ભૂલથી બતકનું ઈંડું સેવી લીધું, હવે બચ્ચાની જેમ જ રાખે છે

19 April, 2019 09:27 AM IST  |  ફ્લોરિડા

ઘુવડે ભૂલથી બતકનું ઈંડું સેવી લીધું, હવે બચ્ચાની જેમ જ રાખે છે

ફ્લોરિડાના એક ફોટોગ્રાફરે પોતાના જ ઘરના વરંડામાં ઘુવડ અને બતકનું બચ્ચું સાથે હોય એવો ફોટો પાડ્યો છે. આ માત્ર યોગાનુયોગ પડેલો ફોટો નથી. બતક અને ઘુવડ વચ્ચે અનોખું બૉન્ડિંગ પણ જોઈ શકાય છે. લૉરી વુલ્ફ નામના ફોટોગ્રાફરને એમ લાગ્યું હતું કે એક બખોલમાં ઘુવડ એનાં ઈંડાં સેવી રહ્યું છે, પણ પછીથી એ બખોલમાંથી એક બતકનું બચ્ચું બહાર નીકYયું હતું. જંગલમાં રહેતાં બતક કોઈ એક ઠેકાણે ઈંડાં નથી મૂકતાં. એ છાનીછપની ચાર-પાંચ જગ્યાએ ઈંડાં મૂકી આવે છે. એક ઘુવડ એ બતકના ઈંડાને પોતાનું સમજીને આ બખોલમાં લઈ આવ્યું હશે અને પછી સેવ્યું હશે. નવાઈની વાત એ છે કે બતક બહાર આવ્યા પછી ઘુવડે માતાની જેમ જ એને ઉછેરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચોઃ લૅમ્પ, ટ્રક અને હેલોવીન ડૉલ પછી હવે આ ભાઈને પ્રેમ થયો છે રોબો સાથે

offbeat news hatke news news