સંભલમાં મળ્યો વિચિત્ર આકારનો બટાટો પૂજારીએ કહ્યું કે આ તો કલ્કી અવતારનો સંકેત છે

12 March, 2025 06:56 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

મંદિરમાં બટાટાની પૂજા કરવા લોકો પહોંચી રહ્યા છે. મંદિરમાં ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની પ્રતિમા પાસે બટાટાને રાખવામાં આવ્યો છે.

મંદિરના પૂજારીએ દાવો કર્યો છે કે આ બટાટો નથી પણ ભગવાનનો અવતાર છે

ઉત્તર પ્રદેશના સંભલમાં પ્રાચીન શ્રીવંશ ગોપાલ તીર્થ મંદિર પાસેના એક ગામમાં એક ખેડૂતને ખોદકામ વખતે વિચિત્ર આકારનો બટાટો મળ્યો હતો અને એ બટાટાને સ્થાનિક રામમંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. મંદિરના પૂજારીએ દાવો કર્યો છે કે આ બટાટો નથી પણ ભગવાનનો અવતાર છે; એમાં શેષનાગ, મસ્ત્ય અને મગર જેવી આકૃતિ છે; આ ભગવાન કલ્કિનું સ્વરૂપ હોઈ શકે છે; હોળીના પાવન પર્વે ભગવાને સ્વયં દર્શન આપવા માટે આ સંકેત આપ્યો છે. આ મંદિરમાં બટાટાની પૂજા કરવા લોકો પહોંચી રહ્યા છે. મંદિરમાં ભગવાન શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને હનુમાનની પ્રતિમા પાસે બટાટાને રાખવામાં આવ્યો છે.

uttar pradesh religion religious places national news news offbeat news