27 May, 2026 03:49 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મેલોડી
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગેનો એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવો દાવો છે કે જ્યોર્જિયા મેલોનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા છે. આ ચર્ચા બાદ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ અટકળો શરૂ થઈ ગઈ. ઇન્સ્ટાગ્રામ પર મેલોની નરેન્દ્ર મોદીને ફોલો કારએ છે. જ્યોર્જિયા મેલોની ઇન્સ્ટાગ્રામ પર વડા પ્રધાન મોદીને ફોલો નથી કર્યા, એવું યુઝર્સે નોંધ્યું. જોકે તેઓ અગાઉ મોદીને ફોલો કરતાં હતા કે નહીં તે અંગે કોઈ પુરાવા મળ્યા નથી એવો પણ દાવો કરવામાં આવ્યો હતો.
તાજેતરના દિવસોમાં, બન્ને નેતાઓની મુલાકાત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ હતી. વડા પ્રધાન મોદીની ઇટાલી મુલાકાત દરમિયાન, એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે મેલોનીને `મેલોડી` ટૉફી ગિફ્ટ આપી હતી ત્યારબાદ, `મેલોડી` ટૉફી અને બન્ને નેતાઓ વચ્ચેની મિત્રતા પર મીમ્સ અને પોસ્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી હતી. આ સમગ્ર ટ્રેન્ડ પછી, કેટલાક યુઝર્સે દાવો કરવાનું શરૂ કર્યું કે મેલોનીએ ઇન્સ્ટાગ્રામ પર મોદીને અનફોલો કર્યા છે. જોકે, ઘણા અન્ય સોશિયલ મીડિયા યુઝર્સે આ દાવા પર સવાલ ઉઠાવ્યા કે મેલોનીએ ક્યારેય મોદીને ફોલો કર્યા ન હતા તેવું પણ હોઈ શકે છે, જોકે જાણવા મળ્યું કે તેઓ મોદીને ફોલો કરે છે જોકે મોદી કોઈને પણ ફોલો કરતાં નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ `X` પર ઘણા યુઝર્સે આ વાયરલ દાવા અંગે AI ચૅટબોટ ગ્રૉકને પૂછ્યું. જવાબમાં, ગ્રોકે કહ્યું "આ વાયરલ સોશિયલ મીડિયા અટકળો છે અને તાજેતરની મોદી-મેલોની બેઠક અને મેલોડી ટૉફી ગિફ્ટ સાથે સંબંધિત મીમ્સ છે. તેમની વાતચીત સકારાત્મક હતી, અને ભારત અને ઇટાલીએ સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કર્યા, જેમાં ઇન્સ્ટાગ્રામ પર કોઈ સત્તાવાર નિવેદનો કે વિશ્વસનીય અહેવાલો નથી." ગ્રોકે વધુમાં નોંધ્યું કે મેલોની ખૂબ ઓછા એકાઉન્ટ્સને ફોલો કરે છે, અને મોદી તેમની ફોલોઇંગ સૂચિમાં દેખાતા નથી. વધુમાં, ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોને મજબૂત ગણાવવામાં આવ્યા હતા.
જ્યોર્જિયા મેલોનીના ઇન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેમાંથી મોટા ભાગના ભારતીય યુઝર્સ હોવાનું જણાય છે. દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતાઓમાં સ્થાન ધરાવે છે, તેમના ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડથી વધુ ફોલોઅર્સ છે. મેલોની મોદીને ફોલો કરે છે, પણ મોદી મેલોનીને ફોલો કરતાં નથી. જોકે, બન્ને નેતાઓ સતત એકબીજાની પોસ્ટ શૅર અને લાઇક કરતા રહ્યા છે. પરિણામે, બન્ને નેતાઓની મુલાકાતના ટ્રેન્ડ બાદ પણ તેમની ચર્ચાઓ સતત વધી જ રહી છે.