બાળકનો ડંખવાનો હતો સાપ, શ્વાને બચાવ્યા અને પોતાને મરી ગયો

29 September, 2019 02:11 PM IST  |  યૂએસ

બાળકનો ડંખવાનો હતો સાપ, શ્વાને બચાવ્યા અને પોતાને મરી ગયો

આ શ્વાને બચાવ્યો બાળકોનો જીવ

અમેરિકાના ફ્લોરિડાની ઘટના છે..ગેરી રિચાર્ડસન નામના વ્યક્તિના બાળકો બહાર રમી રહ્યા હતા. ત્યાં એક ખતરનાક સાપ પણ હતો. જેની પર ગેરીના પાલતૂ શ્વાનની નજર પડી. તેણે તેના પર હુમલો કરી દીધો પરંતુ સાપે તેને ડંખ માર્યો એ પણ ચાર વાર.શ્વાર મરી ગયો. સાપ પર મરી ગયો. પરંતુ બાળકોનો જીવ બચાવી લીધી.

આ છે ઘટના
ઓરિલે અને ઓરિયોન બંને બહાર રમી રહ્યા હતા. તેમને એ આઈડિયા નહોતો કે ત્યાં એક ઝેરી સાપ પણ છે. સાંજના છ વાગ્યા આસપાસની વાત છે. અચાનક તેમનો પાળેલો શ્વાર ઝીઅસ આવે છે અને સાપ સાથે ટક્કર લે છે. બાળકો ત્યાં જ રમી રહ્યા હતા.

પછી શું થયું?
મરતા પહેલા સાપે શ્વાનને ચાર વાર ડંખ માર્યો હતો. સાપ તો તરત મરી ગયો પરંતુ શ્વાન બેહોશ થવા લાગ્યો. ગેરીએ જણાવ્યું કે બાદમાં અમે તેને હૉસ્પિટલ લઈ ગયા.

આ પણ જુઓઃ તૈમૂર અને ઈનાયાના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ..

આગલા દિવસે શ્વાનનું થયું મોત
જો કે સારવાર પણ શ્વાનને બચાવી ન શકી. આગામી દિવસે સાંજે સાડા છ વાગ્યે શ્વાન મરી ગયો. ગેરીએ જણાવ્યું કે આખો પરિવાર તેનાથી દુઃખી છે.

hatke news offbeat news