૧૫૦ બોટે રાણીને આપી અનોખી શ્રદ્ધાંજલિ

26 September, 2022 11:22 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ખરેખર તો રિફ્લેક્શન નામક આ કાર્યક્રમ રાણીની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણી માટે હતું.

૧૫૦ બોટે રાણીને આપી અનોખી શ્રદ્ધાંજલિ

ગઈ કાલે સાંજે ઇંગ્લૅન્ડની રાણી સ્વ. એલિઝાબેથ-ટૂને શ્રદ્ધાંજલિ આપવા માટે થેમ્સ નદીમાં ૧૫૦થી વધુ નાની-મોટી બોટ એકઠી થઈ હતી. ખરેખર તો રિફ્લેક્શન નામક આ કાર્યક્રમ રાણીની પ્લૅટિનમ જ્યુબિલીની ઉજવણી માટે હતું. લાઇટિંગથી ઝળહળતી નાની-મોટી નૌકાઓ નાઇટ ટાઇમ કેનાલેટો સીનને પુન:જીવિત કરવાનો પ્રયાસ કરતી હતી જે ઇટલીના ચિત્રકારે બનાવી હતી. આ તમામ બોટની શોભાયાત્રાનો પ્રવાસ આલ્બર્ટ બ્રિજથી શરૂ થયો હતો ત્યાંથી સાંજે ૭ વાગ્યે ચેલ્સી બ્રિજની નીચેથી પસાર થયો હતો. તેમ જ રાત્રે ૮.૧૫ વાગે ટાવર બ્રિજ પાસે આવી હતી. આ બ્રિજમાં પણ જાંબલી રંગની લાઇટિંગ કરવામાં આવી હતી. લંડનની આ થેમ્સ નદીએ ઘણા શાહી પ્રસંગોમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, જે પરંપરાને એણે ચાલુ રાખી હતી.

offbeat news queen elizabeth ii england london international news