૧૦ ડૉગીઓએ ભેગા મળીને ભારેખમ ટ્રક ખેંચી

19 April, 2019 09:17 AM IST  |  બોસ્ટન

૧૦ ડૉગીઓએ ભેગા મળીને ભારેખમ ટ્રક ખેંચી

અમેરિકન એન્જિનિયરિંગ અને રોબોટિક્સ ડિઝાઇન કંપની બોસ્ટન ડાયનૅમિક્સે એવા રોબો ડૉગ તૈયાર કર્યા છે જે ચાર પગે ચાલે છે, કૂદે છે અને સીડીઓ પણ ચડી શકે છે. કંપનીએ આ ડૉગ અમુક-તમુક સામાન ઘરના દરવાજા સુધી ડિલિવર કરી શકાય એ માટે બનાવ્યા હતા.

જોકે એ ઉપરાંત રોબોની તાકાત જોઈને તેમને લાગ્યું કે આ રોબો ઇમર્જન્સીમાં બચાવકામગીરીમાં પણ મહkવનો ભાગ ભજવી શકે એમ છે. તાજેતરમાં કંપનીએ આવા ૧૦ રોબો ડૉગ ભેગા કર્યા અને તેમની સહિયારી શક્તિ વાપરીને એક ભારેખમ ટ્રક ખેંચી હતી. રોબો બે ફુટ લાંબો હોય છે જેનું વજન ૨૫ કિલો છે. એમાં ૧૭ જૉઇન્ટ્સ છે જે ડૉગીની બૉડીને ફ્લૅક્સિબલ રાખે છે.

આ પણ વાંચોઃજૅપનીઝ કૅફેમાં લોકો ફિશ-ટૅન્કની વચ્ચે બનાવેલું આ ટૉઇલેટ જોવા માટે આવે છે

આ રોબો ડૉગ ઘર, ઑફિસ, ગોડાઉન, ઇમર્જન્સી સર્વિસ જેવાં અનેક કામમાં મદદરૂપ થઈ શકે એમ છે. આ ડૉગને ફુલ ચાર્જ કરેલો હોય તો ૯૦ મિનિટ સુધી એ કામ કરી શકે છે.

hatke news offbeat news news