15 June, 2025 10:30 AM IST | Bangkok | Gujarati Mid-day Correspondent
થાઇલૅન્ડના રુઆંગસાક લોયચુસાક નામના ઍક્ટર-સિંગર, વિશ્વાસકુમાર રમેશ
૧૨ જૂને અમદાવાદમાં થયેલા પ્લેન-ક્રૅશમાં ૨૪૨માંથી માત્ર એક જ વ્યક્તિ વિશ્વાસકુમાર રમેશ બચી ગયો હતો, કેમ કે તે 11A સીટ પર બેઠો હતો અને એ સીટ છૂટી પડીને વિમાનની બહાર આવી ગઈ હતી. આવી જ લગભગ સરખી ઘટના ૨૭ વર્ષ પહેલાં થાઇલૅન્ડના રુઆંગસાક લોયચુસાક નામના ઍક્ટર-સિંગર સાથે બની ગઈ હતી. રુઆંગસાક પણ થાઇ ઍરવેઝમાં 11A નંબરની સીટ પર બેઠો હતો. ૧૯૯૮માં ૨૦ વર્ષની ઉંમરે રુઆંગસાકે મોતને હાથતાળી આપી હતી. થાઇ ઍરવેઝની ફ્લાઇટ TG261 લૅન્ડિંગ દરમ્યાન અચાનક બંધ પડી જતાં ક્રૅશ થઈને કાદવમાં પડી હતી. એ વખતે ફ્લાઇટમાં સવાર ૧૪૬ લોકોમાંથી ૧૦૧ જણ મૃત્યુ પામ્યા હતા. એમાં 11A સીટ પર બેઠેલો રુઆંગસાક પણ બચી ગયો હતો. અત્યારે ૪૭ વર્ષના રુઆંગસાકે સોશ્યલ મીડિયામાં પોસ્ટ લખીને કહ્યું હતું કે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ-દુર્ઘટનામાં ચમત્કારિક રીતે એકમાત્ર વ્યક્તિ બચી હતી એની 11A નંબરની સીટ અને મારી થાઇ ઍરવેઝનો સીટનો નંબર એકસરખો હતો.’