સ્કિન-કૅન્સર સામે સુરક્ષા આપતી રસી આવશે, ટ્રાયલની શરૂઆત

27 April, 2024 12:17 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

રસી દ્વારા વિકસિત રોગ પ્રતિકારક શક્તિ કૅન્સરના કોષોને મારવામાં મદદરૂપ બને છે.

પ્રતીકાત્મક તસવીર

લંડનમાં ચામડીના કૅન્સરની રસીની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે. સ્કિન-કૅન્સરના દરદીઓ પર ટ્રાયલની શરૂઆત થઈ છે. આ રસી મેસેન્જર રિબોન્યુક્લેઇક ઍસિડ (MRNA) ટેક્નૉલૉજી પર આધારિત છે. કોરોનાની રસી પણ આ જ રીતે ડેવલપ કરવામાં આવી હતી. ખાસ કરીને મેલાનોમા કૅન્સર સામે આ રસી પ્રોટેક્શન આપશે. સ્કિન-કૅન્સરના સૌથી વધુ કેસ મેલાનોમાના હોય છે. યુનિવર્સિટી કૉલેજ લંડન હૉસ્પિટલ્સના ડૉક્ટરો સ્કિન-કૅન્સરની અન્ય દવાઓ સાથે આ રસી આપી રહ્યા છે. રસી દ્વારા વિકસિત રોગ પ્રતિકારક શક્તિ કૅન્સરના કોષોને મારવામાં મદદરૂપ બને છે. જેમના પર ટ્રાયલ શરૂ કરવામાં આવી છે એમાં બાવન વર્ષના બ્રિટિશ સંગીતકાર સ્ટીવ યંગ પણ છે. તેઓ સ્ટેજ-ટૂ મેલાનોમાથી પીડાઈ રહ્યા છે.

offbeat news london international news cancer