ફરતું ઘર અને ગાડી બન્ને એક સાથે હોય એનું નામ આ

13 March, 2019 08:57 AM IST  |  અમેરિકા

ફરતું ઘર અને ગાડી બન્ને એક સાથે હોય એનું નામ આ

હરતુ ફરતું ઘર

કેટલાક લોકો કાર લઈને લાંબી સફર પર નીકળવું હોય તો કારને જ ઘર જેવી કન્વર્ટ કરી નાખે છે, પણ અમેરિકાના એક કારના માલિકે તો કારની ઉપર જ લાકડાનું ઘર બાંધી દીધું છે. એટલું જ નહીં, કાર જ્યાં જાય ત્યાં એ ઘર પણ સફર કરે છે. કાર કરતાં દોઢ ગણી વધુ હાઇટ એ લાકડાના માળા જેવા ઘરની છે. નેબ્રાસ્કા અને નેવાડામાં આ કાર ફરતી જોવા મળે છે. જોરદાર પવન આવે ત્યારે ઘરના વજનને કારણે કાર એક તરફથી ઊંચી થઈ જતી હોવાથી પવન ફૂંકાતો હોય ત્યારે એને રોડ પર ચલાવવાનું જોખમી છે.

આ પણ વાંચોઃ અદ્ભુત ઍક્રોબેટિક્સઃયુવતીના વાળને દાંતથી પકડીને હવામાં લટકવાનું કરતબ

hatke news offbeat news