ભેંસ નથી કરવા આપતી મીટરનું રીડિંગ, વીજ વિભાગે માલિકને મોકલી નોટિસ

30 September, 2019 08:50 PM IST  |  મુંબઈ ડેસ્ક

ભેંસ નથી કરવા આપતી મીટરનું રીડિંગ, વીજ વિભાગે માલિકને મોકલી નોટિસ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના વીજ વિભાગ તરફથી એક ઉપભોક્તાને મોકલવામાં આવેલી નોટિસ હાલ ખૂબ જ ચર્ચમાં છે. હકીકતે, વીજવિભાગે એક ઉપભોક્તાને નોટિસ મોકલીને કહ્યું કે, "તેની ભેંસ મીટર રીડિંગ લેવા નથી દેતી. જ્યારે વીજ વિભાગની ટીમ તેના ઘરે રીડિંગ લેવા પહોંચી તો તેની ભેંસે તેમના પર હુમલો કરી દીધો. વિભાગે ઉપભોક્તાને અરજી કરીને વીજળી મીટર અન્ય જગ્યાએ લગાવડાવવા કહ્યું છે. તો ઉપભોક્તાનું કહેવું છે કે અહીં તો બે મહિનાથી વીજપુરવઠો જ નથી થઈ રહ્યો."

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારી તાજેતરમાં જ પંચમહલ જિલ્લાના સિમલિયા ગામના રહેવાસી સરિતા બારિયાના ઘરે વીજળી મીટરનું રીડિંગ લેવા ગયા હતા. પછી તેમણે સરિતાને એક નોટિસ મોકલીને જણાવ્યું તે તેમની ભેંસ મીટરનું રીડિંગ લેવા નથી આપતી. જ્યારે ટીમ રીડિંગ લેવા પહોંચી તો તેની ભેંસે તેમના પર હુમલો કરી દીધો. ગોધરા સર્કલના ઇન્જીનિયર રાકેશ ચંદેલે જણાવ્યું કે સરિતાને નોટિસ મોકલીને મીટર બીજી જગ્યાએ લગાવવાનું કહેવામાં આવ્યુ. સરિતા વિભાગને અરજી કરીને મીટરને તે ઝાડથી દૂર ખસેડાવી શકે છે, જ્યાં ભેંસને બાંધવામાં આવે છે.

આ પણ વાંચો : Shruti Pathak: 'રાધાને શ્યામ મળી જશે' સિંગરની આવી છે પર્સનલ લાઈફ

તો સરિતાનું કહેવું છે કે તેની ભેંસે ક્યારેય કોઇના પર પણ હુમલો નથી કર્યો. અને તેનું એ પણ કહેવું છે કે છેલ્લા બે મહિનાથી તેના ઘરે વીજપુરવઠો પણ નથી થઈ રહ્યો. તેણે પોતાના મકાનનું રિનોવેશન કરાવ્યું છે, પણ મીટર પોતાની જગ્યાએ જ છે. તેની જગ્યા બદલવામાં આવી નથી.

gujarat offbeat news