લંડનના આ મૅજિકલ આઇસ કિંગડમમાં તમારી પ્રતિકૃતિ સમું બરફનું શિલ્પ બનશે

24 November, 2019 01:04 PM IST  |  Mumbai

લંડનના આ મૅજિકલ આઇસ કિંગડમમાં તમારી પ્રતિકૃતિ સમું બરફનું શિલ્પ બનશે

આપણે ત્યાં શિયાળો આવતાં જ ઠંડીથી બચવા લોકો વિવિધ ગતકડાં કરવા માંડે છે. પશ્ચિમના દેશો માઇનસ ડિગ્રી ઠંડીને પણ સારી રીતે એન્જૉય કરવામાં માને છે. તાજેતરમાં લંડનના હાઇડ પાર્કમાં વિન્ટર વન્ડરલૅન્ડમાં ખાસ મૅજિકલ આઇસ કિંગડમ તૈયાર કરવામાં આવ્યું છે. એમાં ટનબંધ વજન ધરાવતી બરફની લાદીઓમાંથી જાતજાતનાં શિલ્પ તૈયાર થયાં છે. અહીં લગભગ બે ટનના બરફના પીસમાંથી તૈયાર કરવામાં આવેલાં શિલ્પોની હારમાળા જોવા મળશે. આઇસ પાર્કનું ટેમ્પરેચર ઘરના ફ્રિજ કરતાં સહેજ વધુ એટલે કે આશરે ૧૦ સેલ્સિયસ છે, જે મોટા ભાગે સાઇબિરિયામાં હોય છે. અહીં લગભગ ૫૦૦ શિલ્પો છે અને એમાં કેટલાક માણસોનાં રિયલ લાઇફ સાઇઝ શિલ્પો પણ છે.

બરફમાંથી શિલ્પ બનાવવામાં કિંગ ગણાતા ફિલલિપ હ્યુજીસે ચાર્લ્સ ડિકેન્સની વાર્તા ક્રિસમસ કૅરોલની વાર્તા પર આઇસપાર્કની થીમ તૈયાર કરી છે. સ્નો આર્ટિસ્ટ્સે ઇલેક્ટ્રિક ચેઇન શોની મદદથી બરફના ખૂણા કાપી આઇસ બ્લૉક્સને ઇચ્છિત આકાર આપ્યા છે. ફિલિપે બરફના શિલ્પનું વિશ્વ તૈયાર કરવામાં લગભગ ૨૫ વર્ષ વિતાવ્યાં છે. ફિલિપના મતે આ કાર્ય માટે વ્યવસ્થિત આયોજન કરવું જરૂરી છે. ક્રિસમસમાં યોજાનારી આ ઇવેન્ટ માટે માર્ચ મહિનાથી તૈયારી શરૂ કરવી પડે છે એમ ફિલિપે જણાવ્યું હતું.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

london offbeat news