ચીનમાં લાઈફ પાર્ટનરની શોધ માટે ચાલે છે ખાસ લવ સ્પેશિયલ ટ્રેન

01 September, 2019 12:04 PM IST  |  ચીન

ચીનમાં લાઈફ પાર્ટનરની શોધ માટે ચાલે છે ખાસ લવ સ્પેશિયલ ટ્રેન

પ્રતીકાત્મક તસવીર

ચીનમાં 1,000 થી વધારે યુવાન અને યુવતીઓ સ્પેશિયલ ટ્રેનમાં એક સાથે મુસાફરી કરે છે. આ મુસાફરીકોઈ જગ્યાએ જવા માટે નથી કરવામાં આવતી પરંતુ કરાય છે તો પોતાના જીવનસાથીની શોધ માટે. આ લોકો મહિનાની શરૂઆતમાં લવ સ્પેશિયલ ટ્રેનમાં મુસાફરી કરે છે અને યાત્રા દરમિયાન પોતાના માટે પરફેક્ટ જીવનસાથી શોધે છે. 1970માં ચાલુ કરાયેલી વન ચાઈલ્ડ પોલીસીના કારણે દેશમાં લિંગાનુપાતનું સ્તર વધી ગયું જેના કારણે હવે લોકોને લગ્ન માટે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

કોઈ પણ સિંગ પુરૂષ કે મહિલાએ આ મુસાફરી ચોંગકિંગ નોર્થ સ્ટેશનથી કિયાનજિયાંગ સ્ટેશન સુધી કરવાની રહે છે. એશિયા વનની રિપોર્ટ અનુસાર આ મુસાફરી 10 ઓગસ્ટે શરૂ કરવામાં આવી હતી. આ મુસાફરી 2 દિવસ અને 1 રાતની હતી. આ લવ ટ્રેનને 3 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી. આ ચાલતી-ફરતી મેચ મેકિંગ સેવાને ચીને સિંગલ લોકોને પાર્ટનર શોધવા માટે મદદ કરવા લોન્ચ કરી. ચીનમાં હાલ આશરે 20 કરોડ લોકો કુંવારા છે.

આ પણ વાંચો : જરા જુઓ આ ભાઈની કરામત...બનાવી ડબલ-ડેકર કાર

અત્યાર સુધી આ ટ્રેનમાં 3,000 જેટલા યુવાઓએ મુસાફરી કરી છે. એટલુ જ નહી 10 કપલ એવા છે જેમને આ પ્રવાસ દરમિયાન પ્રેમ થયો અને પછી તેમણે લગ્ન પણ કર્યા. આ મુસાફરીમાં સામેલ હુઆઁગ સોન્ગે કહ્યું હતું કે, આ પ્રકારની એક્ટિવિટી મેચ મેકિંગ માટે ઘણી રોમાંચક છે. ટ્રેન લોકો વચ્ચે બ્રિજની જેમ કામ કરે છે. લોકો મુસાફરી સાથે સાથે હમસફરની શોધ પણ કરી શકે છે.

hatke news offbeat news gujarati mid-day