બોલો, આ સરકારી ઑફિસમાં લોકો હેલમેટ પહેરીને કામ કરે છે

06 November, 2019 08:30 AM IST  |  Uttar Pradesh

બોલો, આ સરકારી ઑફિસમાં લોકો હેલમેટ પહેરીને કામ કરે છે

હેલમેટ પહેરીને કામ કરતા કર્મચારીઓ

ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના ઇલેક્ટ્રિસિટી વિભાગની ઑફિસમાં હાલમાં કર્મચારીઓ માથે હેલમેટ પહેરીને કામ કરે છે. રાધર, કરવું પડે છે. આવું કરવા પાછળ ટ્રાફિકના નિયમ સાથે કોઈ લેવાદેવા નથી, પરંતુ પોતાનું માથું બચાવવા માટે પ્રોટેક્શન આવશક્ય છે. છેલ્લાં બે વર્ષથી ઑફિસની હાલત જર્જરિત છે. એની છતનું પ્લાસ્ટર તૂટીને પડતું રહે છે એટલે કર્મચારીઓ પોતાની સુરક્ષા માટે હેલમેટ પહેરવા મજબૂર છે. સોશ્યલ મીડિયામાં આ તસવીરો આજકાલ વાઇરલ થઈ છે. ઘણી વાર જિલ્લાના સિનિયર અધિકારીઓને આ વિશે જાણ કરવામાં આવી છે, પણ હજી સુધી કોઈએ વાત કાને ધરી નથી.

આ પણ વાંચો : યુટ્યુબ પર જન્ક ફૂડ ખાવા માટે આ બહેને નોકરી છોડી દીધી

લેખિત ફરિયાદનો પણ હજી કોઈ જવાબ આવ્યો ન હોવાથી કર્મચારીઓએ જાતને બચાવવા હેલમેટનો સહારો લીધો છે. સોશ્યલ મીડિયામાં તસવીરો વાઇરલ થતાં અધિકારીઓ સફાળા જાગ્યા છે અને હવે કહે છે કે આ શેડનો થોડોક ભાગ બદલવાનું જરૂરી છે જે જલદી કરવામાં આવશે. 

uttar pradesh offbeat news hatke news