Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુટ્યુબ પર જન્ક ફૂડ ખાવા માટે આ બહેને નોકરી છોડી દીધી

યુટ્યુબ પર જન્ક ફૂડ ખાવા માટે આ બહેને નોકરી છોડી દીધી

06 November, 2019 08:22 AM IST | London

યુટ્યુબ પર જન્ક ફૂડ ખાવા માટે આ બહેને નોકરી છોડી દીધી

જન્ક ફૂડ ખાતી મહિલા

જન્ક ફૂડ ખાતી મહિલા


લંડનની મહિલા ચર્ના રોલીએ યુટ્યુબ પર જન્ક ફૂડ ખાવાનો વિડિયો મૂકીને ચમકવા માટે ઍડ્મિન વર્કરની નોકરી છોડી દીધી છે. યુટ્યુબ પર તેણે મૅક્ડોનાલ્ડ્સ, ચાઇનીઝ ફૂડ, ગ્રેગ્સ અને પીત્ઝા હટનાં જન્ક ફૂડ ઝાપટતા વિડિયોમાં ચમકવાની કારકિર્દી માટે ચર્નાએ સારા પગારના ફુલટાઇમ જૉબને રામ-રામ કહી દીધા છે. નવા કામમાં બહેને માત્ર ખાવાનું હોય છે. તેને ખાતી જોવા માટે હજારો લોકો ઑનલાઇન બેઠા હોય છે. ચર્નાએ એક બેઠકે સાડાપાંચ હજાર કૅલરી ધરાવતો ખોરાક પેટમાં પધરાવવાનો હોય છે અને વિડિયો ૪૦૦૦ જેટલા લોકો જોતા હોય છે.

આ પણ વાંચો : વિદ્યાર્થીઓએ બનાવી 1 લિટર પેટ્રોલમાંથી 121 કિમી દોડતી સિંગલ સીટર કાર



બાવીસ વર્ષની ચર્ના હાલમાં યુટ્યુબવાળા કામ ઉપરાંત એક ગોદામમાં પાર્ટ ટાઇમ જૉબ કરે છે. ધીમે-ધીમે એક બેઠકે ૧૦,૦૦૦ કૅલરી આરોગવાની ક્ષમતા કેળવવાની દિશામાં આગળ વધી રહી છે. ચર્નાનું કહેવું છે કે ‘હું સ્થૂળકાય હોવા છતાં આત્મવિશ્વાસ પ્રદર્શિત કરું છું. નવું કામ મને ખૂબ ગમે છે. હું મારી ચૅનલને નફો કરાવવા માંડું અને લોકોની ફરમાઇશને પૂર્ણ પ્રતિસાદ આપવા માંડું તો આ મારી ફુલટાઇમ કરીઅર બની શકે.’


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2019 08:22 AM IST | London

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK