સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હવામાંથી તૈયાર કરાયેલું પાણી મળશે

16 December, 2019 09:36 AM IST  |  Telangana

સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હવામાંથી તૈયાર કરાયેલું પાણી મળશે

સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર હવામાંથી તૈયાર કરાયેલું પાણી મળશે

તેલંગણના સિકંદરાબાદ રેલવે સ્ટેશનના એક નંબરના પ્લૅટફૉર્મ પર હવામાંથી તૈયાર કરવામાં આવેલું પાણી વેચવામાં આવી રહ્યું છે. જલ શક્તિ મંત્રાલયે આ ટેક્નિકથી તૈયાર કરવામાં આવેલા પાણીને સ્વાસ્થ્ય માટે સુરક્ષિત જાહેર કરતાં સાઉથ સેન્ટ્રલ રેલવે (એસસીઆર)એ ગુરુવારે પાણીનું કિઑસ્ક ઇન્સ્ટૉલ કર્યું હતું. આ કિઑસ્કનું ઑટોમૅટિક વૉટર જનરેટર રોજના ૧૦૦૦ લીટર પાણી બનાવે છે જે સ્ટીલની એક ટૅન્કમાં જમા થાય છે.

આ પણ વાંંચો : મિનેસોટાના એક ટીનેજરની મોંફાડ છે રેકૉર્ડબ્રેક 3.37 ઇંચ

એસસીઆરના અધિકારીઓએ જણાવ્યા મુજબ પર્યાવરણને અનુકૂળ આ મશીન પાણીના કોઈ સ્રોત પર નિર્ભર નથી, વેસ્ટ ઉત્પન્ન કરતો નથી તેમ જ દરેક ઋતુમાં કામ કરે છે. હવામાંથી પાણી શોષીને અનેક તબક્કામાંથી પસાર થયા બાદ પાણી ટૅન્કમાં જમા થાય છે. મેઘદૂત ટેક્નિકથી તૈયાર કરવામાં આવેલા આ પાણીની બૉટલ સાથેની કિંમત આઠ રૂપિયા ઠરાવાઈ છે, જ્યારે ગ્રાહક પોતાની બૉટલમાં પાંચ રૂપિયામાં પાણી ભરાવી શકે છે.

telangana offbeat news hatke news