પહેલાં રીંછે માણસને અધમૂઓ કર્યો અને પછી ખાવા માટે સાચવી રાખ્યો

27 June, 2019 07:44 AM IST  |  રશિયા

પહેલાં રીંછે માણસને અધમૂઓ કર્યો અને પછી ખાવા માટે સાચવી રાખ્યો

પહેલાં રીંછે માણસને અધમૂઓ કર્યો અને પછી ખાવા માટે સાચવી રાખ્યો

રશિયાથી મોન્ગોલિયાની સરહદ નજીક આવેલા અંતરિયાળ તુવા વિસ્તારના જંગલમાં એક માણસ અધમૂઈ હાલતમાં મળી આવ્યો છે. કેટલાક શિકારીઓએ તેને બચાવ્યો હતો. શિકારીઓ જંગલી કૂતરાઓની સાથે જંગલમાં ફરી રહ્યા હતા ત્યારે અચાનક આ જગ્યાએથી કૂતરાઓ ખસવાનું નામ નહોતા લેતા એટલે સહેજ ગુફા જેવા ભાગમાં આવીને શિકારીઓએ તપાસ કરી તો ત્યાં આ માણસ મળી આવ્યો. પહેલી નજરે તો તેમને માણસનું મમી હોય એવું લાગ્યું. તેના શરીર પર સૂકાયેલું લોહી અને માટી ખરડાયેલી હતી અને જખમ પાસેના ટિશ્યુમાં સડો પણ થવા લાગ્યો હતો. એમ છતાં, તેના શ્વાસ ચાલી રહ્યા છે એવી ખબર પડતાં આશ્ચર્ય થયું હતું.

શરીરમાં હાડપિંજર સિવાય કશું જ બચ્યું નહોતું. તે જરાક હાથ હલાવી શકતો હતો અને પરાણે ક્ષણો માટે આંખ ખોલી શકતો હતો. જ્યારે ડૉક્ટરોએ તેને પૂછ્યું તો તેણે પોતાનું નામ ઍલેક્ઝાન્ડર હોવાનું જણાવ્યું હતું. લગભગ એક મહિનાથી તે બ્રાઉન રીંછના અડ્ડા સમાન ગુફામાં પડ્યો હતો અને પોતાનું યુરિન પીને જીવતો હતો. રીંછે તેની પીઠ પર હુમલો કર્યો હોવાથી તે હાલી શકતો નહોતો. તેને હર ક્ષણે ડર રહેતો હતો કે ગમે ત્યારે રીંછ આવીને તેનો શિકાર કરી જશે. જીવવાની કોઈ શક્યતા ન હોવા છતાં તે મોત સામે ઝઝૂમી રહ્યો હતો.

આ પણ વાંચો : માત્ર 27 મિનિટ માટે થયું મોત, આંખ ખુલી તો લખ્યા 'રહસ્યમયી શબ્દો' !

દુઃખની વાત એ છે કે તે જે સ્થિતિમાં છે એમાંથી તેની સારવાર કરીને તેને નવું જીવન આપવાનું ડૉક્ટરોને બહુ અઘરું લાગી રહ્યું છે.

russia offbeat news hatke news