Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માત્ર 27 મિનિટ માટે થયું મોત, આંખ ખુલી તો લખ્યા 'રહસ્યમયી શબ્દો' !

માત્ર 27 મિનિટ માટે થયું મોત, આંખ ખુલી તો લખ્યા 'રહસ્યમયી શબ્દો' !

27 June, 2019 05:09 AM IST | કેલિફોર્નિયા

માત્ર 27 મિનિટ માટે થયું મોત, આંખ ખુલી તો લખ્યા 'રહસ્યમયી શબ્દો' !

માત્ર 27 મિનિટ માટે થયું મોત, આંખ ખુલી તો લખ્યા 'રહસ્યમયી શબ્દો' !


આ અહેવાલ ચોંકાવનારો છે. ઘટના ભારતની નહીં પણ વિદેશની છે. અને આ કોઈ ગપગોળા નથી, બનેલી ઘટના છે. અમેરિકામાં એક મહિલા મૃત્યુ પામ્યા બાદ 27 મિનિટમાં ફરી જીવતી થઈ ગઈ. એટલું જ નહીં જીવતા થઈને તેણે નોટબુક માગીને કેટલાક 'રહસ્યમયી શબ્દો' લખી દીધા. જેને વાંચવા કોઈ માટે શક્ય નહોતા બન્યા. આ મહિલાના પરિવારના એક સભ્યએ આ ઘટનાને ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

કેલિફોર્નિયામાં બની ઘટના



ઘટના અમેરિકાના કેલિફોર્નિયાની છે. કેલિફોર્નિયામાં રહેતી મૅડી જોન્સે કેટલાક મહિના પહેલાની એક ઘટના શૅર કરતા લખ્યું કે તેમની એક આન્ટીને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કરી દીધા. પરંતુ તેમને હોસ્પિટલથી લાવતા પહેલા અંકલ બ્રેન અને હોસ્પિટલના કર્મચારીઓએ આન્ટીના ચાર વખત પુનર્જિવીત કર્યા હતા. બે વખત તો તે હોસ્પિટલમાં જ પુનર્જિવીત થઈ હતી.


ચાર ચાર વખત થયા પુનર્જિવિત

મૅડીના કહેવા પ્રમામે તેમના શરીરમાં નળી લાગેલી હતી, પરંતુ જ્યારે તે જીવતા થયા તો સૌથી પહેલા પેન માગી અને તેમના ભાઈની નોટબુકમાં કેટલાક રહસ્યમયી શબ્દો લખ્યા. પહેલા તો શબ્દો કોઈ વાંચી જ શક્યું નહીં. પરંતુ જ્યારે બધાએ ધ્યાનથી જોયું તો લખ્યું હતું,'ઈટ્સ રિયલ' રૂમમાં હાજર લોકોએ તેમને પુછ્યુ કે આનો શું અર્થ તો તેમણે આંખમાં આંસુ સાથે સ્વર્ગ તરફ ઈશારો કર્યો


સ્વર્ગ તરફ કર્યો ઈશારો

મૅડીએ પોતાની આન્ટીને શ્રદ્ધાંજલિ આપવા માટે કાંડા પર આ રહસ્યમયી શબ્દોનું ટેટુ દોરાવ્યું છે. આ ટેટુને ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે તે શબ્દો છે - ઈટ્સ રિયલ એટલે કે તે હકીકતમાં છે.

આ પણ વાંચોઃ છૂટાછેડા આપ્યા પછી પત્નીને ઘરકામ પેટે ૧.૨૦ કરોડ પતિએ ચૂકવવા પડશે

મૅડીએ લખ્યું કે તેમને આશા છે કે તેમની આન્ટી તેમનાથી દૂર નથી, તે તેને ખૂબ જ પ્રેમ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2019 05:09 AM IST | કેલિફોર્નિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK