ટૅટૂ ન ગમતાં ભાઈએ ચીઝની ખમણીથી આખી ચામડી જ ખોતરી નાખી

10 October, 2019 09:55 AM IST  |  આર્જેન્ટિના

ટૅટૂ ન ગમતાં ભાઈએ ચીઝની ખમણીથી આખી ચામડી જ ખોતરી નાખી

ચીઝની ખમણીથી આખી ચામડી જ ખોતરી નાખી આ ભાઈએ

ટૅટૂ બનાવવાની ટેક્નિક હવે ઘણી આધુનિક થઈ ગઈ છે એને કારણે પીડામાં ઘટાડો થયો છે. જોકે એક વાર ચિતરાવી દીધેલા ટૅટૂને દૂર કરવાનું બહુ તકલીફવાળું હોય છે. આર્જેન્ટિનામાં રહેતા ૨૧ વર્ષના યુવકે હોંશમાં ને હોંશમાં હાથમાં ટૅટૂ ચિતરાવી તો દીધું, પણ એ પછી તેને મજા ન આવી. મેન્ડોઝા શહેરમાં રહેતા આ ભાઈએ એ પછી ઍરપોર્ટ પોલીસમાં ભરતી થવા માટે અપ્લાય કર્યું. એ વખતે તેને ખબર પડી કે તેના શરીર પર બહાર દેખાય એવું ટૅટૂ હોવાથી તે આ પદવી માટે ગેરલાયક છે.

આ ઘટના વખતે ભાઈસાહેબની ઉંમર હતી જસ્ટ ૧૯ વર્ષ. તેને કોઈ પણ હિસાબે ઍરપોર્ટ પોલીસ જૉઇન કરવી જ હતી, પણ આ ટૅટૂનું શું કરવું? તેણે યુટ્યુબ પર સવાલ મૂક્યો હાઉ ટુ રિમૂવ ટૅટૂ અને તેને જાતજાતના જવાબો મળ્યા. પ્યુબિક સ્ટોનથી ઘસી નાખો અથવા તો એટલી ત્વચા દઝાડી દો... વગેરે. આ બધું વાંચીને તેણે પોતાની રીતે ટૅટૂ કાઢવાનો નવો નુસખો ઇજાદ કર્યો. તેણે ચીઝ ખમણવાની ઝીણી છીણી લીધી અને ટૅટૂ પરની આખી ત્વચા લિટરલી છીણી નાખી. એ જગ્યાએથી ખૂબ લોહી વહ્યું અને ત્વચા એટલી બળી કે ન પૂછો વાત. એની પર તેણે ડિસઇન્ફેક્ટન્ટ લગાવ્યે રાખ્યું અને એક વીક સુધી જાતે રુઝ આવે એના પ્રયત્નો કર્યા. આખરે તેણે હૉસ્પિટલમાં જઈને ટીટનસનું ઇન્જેક્શન અને લાંબી સારવાર લેવી પડી. 

આ પણ વાંચો : કાર્યક્રમમાં હાજર ન રહી શકતાં મેયરે પોતાનું કાર્ડબોર્ડ કટઆઉટ મોકલી દીધું

બે વર્ષ પહેલાંનું પોતાનું આ કારસ્તાન ભાઈસાહેબે તાજેતરમાં ફોટોગ્રાફ્સ અને પીડાદાયક કહાણી સાથે સોશ્યલ મીડિયામાં શૅર ર્ક્યું છે.

argentina offbeat news hatke news