Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કાર્યક્રમમાં હાજર ન રહી શકતાં મેયરે પોતાનું કાર્ડબોર્ડ કટઆઉટ મોકલી દીધુ

કાર્યક્રમમાં હાજર ન રહી શકતાં મેયરે પોતાનું કાર્ડબોર્ડ કટઆઉટ મોકલી દીધુ

10 October, 2019 09:41 AM IST | મેક્સિકો

કાર્યક્રમમાં હાજર ન રહી શકતાં મેયરે પોતાનું કાર્ડબોર્ડ કટઆઉટ મોકલી દીધુ

કાર્ડબોર્ડ કટઆઉટ

કાર્ડબોર્ડ કટઆઉટ


જ્યારે તમે અગત્યનો હોદ્દો સંભાળતા હો અને એ હોદ્દાની રૂએ તમારે ચોક્કસ ઇવેન્ટમાં હાજર રહેવું બહુ જરૂરી હોય છે. જોકે મેક્સિકોના પિચુક્લાસો શહેરના મેયર મોઇસેસ ઍગ્યુઇલરે થોડા દિવસ પહેલાં એક ઑફિશ્યલ પબ્લિક ઇવેન્ટમાં પોતાની જગ્યાએ પોતાનો લાઇફસાઇઝ કટઆઉટ મોકલી દીધો હતો. એટલું જ નહીં, જે પણ ઑફિશ્યલ ડિગ્નિટરીઝ સાથે તસવીરો લેવાની હતી એમાં તેમનો કટઆઉટ ઊભો રાખી દેવામાં આવ્યો હતો. આ ઘટના પછી લોકોમાં જબરો રોષ ફેલાયો હતો. મોઇસેસભાઈ ૨૦૧૮માં જ ઇલેક્ટ થઈને મેયર બન્યા હતા.

આ પણ વાંચો : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટર્કીને ધમકી આપી...



એક નર્સમાંથી રાજકારણી બન્યા હતા અને જ્યારે હેલ્થ સર્વિસીઝને લગતી ઇવેન્ટ હતી ત્યારે જ મેયરસાહેબ પોતે ગાયબ થઈ ગયા હતા અને પોતાની અવેજીમાં કટઆઉટ મોકલી આપ્યું હતું. એટલું જ નહીં, શહેરના ઑફિશ્યલ ફેસબુક અકાઉન્ટ પર પણ તેમના કટઆઉટ સાથેની તસવીરો પોસ્ટ કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2019 09:41 AM IST | મેક્સિકો

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK