પર્સ ખોવાઈ ગયા પછી બૅન્ક અકાઉન્ટમાં અચાનક પૈસા આવવાનું શરૂ થઈ ગયું

18 October, 2019 10:15 AM IST  |  લંડન

પર્સ ખોવાઈ ગયા પછી બૅન્ક અકાઉન્ટમાં અચાનક પૈસા આવવાનું શરૂ થઈ ગયું

પર્સ

ઘણી વાર પર્સ ખોવાય ત્યારે એમાં રહેલી કૅશ જાય એની ચિંતા નથી હોતી, પણ એમાં રહેલા કાર્ડ્સ, લાઇસન્સ અને ઑફિશ્યલ ડૉક્યુમેન્ટ્સ વગેરે ફરીથી બનાવવાની પળોજળ વધુ હોય છે. લંડનમાં રહેતા ટિમ કૅમરૂન એક સાંજે ઑફિસથી ઘરે સાઇકલ ચલાવીને પાછા આવી રહ્યા હતા ત્યારે તેમનું પર્સ ખોવાઈ ગયું. પર્સ ક્યાંક પડી ગયું કે કોઈ ચોરી ગયું એની પણ તેમને ખબર નહોતી. ૩૦ વર્ષના ટિમના પર્સમાં કોઈ ડૉક્યુમેન્ટ નહોતું જેના આધારે તેનું ઍડ્રેસ કે ફોન નંબર શોધી શકાય એમ નહોતું. અલબત્ત, બૅન્કના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ હતા જેનો કદાચ કોઈ મિસયુઝ કરી શકે. ટિમને લાગ્યું હતું કે જેણે પણ તેનું પર્સ ચોર્યું હશે તે વ્યક્તિ અકાઉન્ટમાંથી પૈસા ચોરવાનું અથવા તો કાર્ડ ક્યાંક સ્વાઇપ કરવાની ભૂલ તો કરશે જ, એટલે તેણે ત્રણેક દિવસ પછી પોતાનું બૅન્ક અકાઉન્ટ ચેક કર્યું તો ખબર પડી કે તેના ખાતામાં કોઈ અજાણી વ્યક્તિએ ચાર વખત પૈસા જમા કરાવ્યા છે. એ પણ માત્ર એક પેની જ. ચારેય વાર તેણે એક જ પેની જમા કરાવી હતી અને સાથે રિમાર્ક્સમાં એક સંદેશો મૂક્યો હતો.

આ પણ વાંચો : દિલ્હીના ઝૂમાં સિંહના વાડામાં ઘૂસીને આ ‍ભાઈ સિંહની કેશવાળી પંપાળવા લાગ્યો

એ સંદેશામાં તેણે ખોવાયેલું પર્સ પોતાની પાસે હોવાની વાત લખી હતી અને પોતાનો ફોન નંબર પણ લખ્યો હતો જેથી ટિમ તેનો સંપર્ક કરી શકે. જેને પર્સ મળ્યું હતું એનું નામ છે સાઇમન્ડ બાયફોર્ડ. ટિમે ફોન કરીને આ ભાઈને મળી પોતાનું પર્સ પાછું મેળવી લીધું અને સાયમન્ડની આવી ટ્રિકને સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી.

london offbeat news hatke news