Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દિલ્હીના ઝૂમાં સિંહના વાડામાં જઈને આ ‍ભાઈ સિંહની કેશવાળી પંપાળવા લાગ્યો

દિલ્હીના ઝૂમાં સિંહના વાડામાં જઈને આ ‍ભાઈ સિંહની કેશવાળી પંપાળવા લાગ્યો

18 October, 2019 10:01 AM IST | દિલ્હી

દિલ્હીના ઝૂમાં સિંહના વાડામાં જઈને આ ‍ભાઈ સિંહની કેશવાળી પંપાળવા લાગ્યો

એક યુવક સિંહને રાખવાના વાડામાં કૂદી પડ્યો

એક યુવક સિંહને રાખવાના વાડામાં કૂદી પડ્યો


દિલ્હીના એક ઝૂમાં ગઈ કાલે એક યુવક સિંહને રાખવાના વાડામાં કૂદી પડ્યો હતો. નવાઈની વાત એ છે કે એક ઝાડની ફરતે તે સિંહની એકદમ આમનેસામને આવી ગયો એ વખતે પણ ડર્યો નહોતો. ઉલટાનું તેણે જાતજાતનો દેખાડો કર્યો હતો. સિંહ નજીક આવ્યો તો તે એની સામે બેસી ગયો અને પગ પર પગ ચડાવીને આરામ ફરમાવતો હોય એમ બેસી ગયો. આટલું ઓછું હોય એમ તેણે કેશવાળી પર હાથ ફેરવવાની ગુસ્તાખી પણ કરી લીધી. જોકે એ પછી સિંહે તેને ઝપટ મારીને પકડવાની કોશિશ કરી હતી, પરંતુ ઝૂના રખેવાળોએ કોઈક રીતે તેને હેમખેમ બહાર કાઢી લીધો હતો.

આ પણ વાંચો : આ છોકરીએ બનાવી છે 10 મીટર લાંબી ગિફ્ટ આઇટમ



આ ભાઈનું નામ રેહાન ખાન છે અને તે ૨૮ વર્ષનો બિહારનો રહેવાસી છે એવું જાણવા મળ્યું હતું. ઝૂના અધિકારીઓએ રેહાનને પોલીસને હવાલે કર્યો હતો અને હાલમાં નિઝામુદ્દીન પોલીસ-સ્ટેશન પર તેને અટકમાં લેવાયો છે. પોલીસનું કહેવું છે કે રેહાનની માનસિક હાલત ઠીક નથી.


આ વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે. કોઈકને આ યુવક હિંમતવાળો લાગે છે તો કોઈકને સાવ પાગલ. આવું જ થોડાક દિવસ પહેલાં અમેરિકાના ન્યુ યૉર્કમાં બ્રોન્સ ઝૂમાં થયું હતું. એક મહિલા મસ્તી કરવા ખાતર સિંહના એન્ક્લોઝરમાં ઘૂસી ગઈ હતી. જેવો સિંહ સામે આવ્યો એટલે તેને ચિડાવવા લાગી હતી. જોકે રખેવાળોએ એ વખતે પણે તેને સહીસલામત બહાર કાઢી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 October, 2019 10:01 AM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK