દિલ્હી ઍરપોર્ટ પરથી મહિલાની બ્રામાંથી સોનાના 6 બાર મળ્યા

27 September, 2019 09:20 AM IST  |  નવી દિલ્હી

દિલ્હી ઍરપોર્ટ પરથી મહિલાની બ્રામાંથી સોનાના 6 બાર મળ્યા

મહિલાની બ્રામાંથી સોનાના 6 બાર મળ્યા

દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે મોસ્કોથી દિલ્હી આવી રહેલી એક મહિલાને ઝડપી પાડી હતી. તેના સામાનમાં આંતરવસ્ત્ર મળી આવ્યું હતું જે જોઈને પોલીસ પણ ચોંકી ઊઠી હતી.

કસ્ટમ વિભાગની ટીમે મહિલાનો સામાન તપાસ્યો હતો જેમાંથી એક બ્રા મળી આવી હતી. બ્રાના નીચેના ભાગમાં ઇલાસ્ટિકની જગ્યાએ એમાં સોનાના ૪ તાર નાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત કપડામાંથી સોનાના ૬ બાર મળી આવ્યા હતા જેની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયાની આસપાસ હતી. આ બ્રા સોનાની તસ્કરી કરવાના હેતુસર લાવવામાં આવી હતી. મહિલાની તત્કાળ ધરપકડ કરવામાં આવી છે.

કસ્ટમનાં જૉઇન્ટ કમિશ્નર અનુભા સિન્હાએ જણાવ્યું હતું કે ‘અધિકારીઓને મહિલા પર શંકા ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારે મહિલા મોસ્કોથી દિલ્હી ઍરપોર્ટ પહોંચી હતી અને તેને ગ્રીન ચૅનલ ક્રૉસ કરતાં જ કસ્ટમ અધિકારીઓને તેના પર શંકા ગઈ હતી. શંકાના આધારે જ અધિકારીઓએ મહિલાનો સામાન તપાસ્યો તો આ તસ્કરીનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો : લાખોના હીરા અને ક્રિસ્ટલથી સજેલો સૂટ પહેરે છે આ કલાકાર...હટકે છે ફેશન સ્ટેટમેન્ટ

કસ્ટમ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ‘તપાસ દરમ્યાન બૅગની અંદર રાખવામાં આવેલી બ્રામાંથી સોનાના ૪ તાર મળી આવ્યા હતા સાથે જ ૬ સોનાના બાર પણ હતા. તમામનું વજન ૭૯૪ ગ્રામ છે જેની કિંમત ૩૦ લાખ રૂપિયા થવા જાય છે.’

new delhi offbeat news hatke news