લાખોના હીરા અને ક્રિસ્ટલથી સજેલો સૂટ પહેરે છે આ કલાકાર...હટકે છે ફેશન સ્ટેટમેન્ટ

Published: Sep 26, 2019, 19:52 IST | મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

આમ તો સેલેબ્સના કપડા અને તેમની ફેશન સેન્સની ચર્ચાઓ થતી જ રહે છે. ત્યારે આજે અમે તમને મળાવીશું એક એવા વ્યક્તિને જે લાખોના હીરા જડેલો સૂટ પહેરે છે.

લાખોના હીરા અને ક્રિસ્ટલથી સજેલો સૂટ પહેરે છે આ કલાકાર...
લાખોના હીરા અને ક્રિસ્ટલથી સજેલો સૂટ પહેરે છે આ કલાકાર...

તાજેતરમાં આપણે ત્યારે IIFA અવૉર્ડસ યોજાઈ ગયા. જેમાં રણવીર સિંહ સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા. જેનું કારણ હતું તેનો સૂટ. રણવીરની વાત એટલે નીકળી કારણ કે તેના જેવી જ અજીબોગરીબ ફેશન સેન્સ છે અમેરિકાના એક્ટર બિલી પોર્ટરની. વિશ્વાસ ન આવતો હોય તો તેની સોશિયલ મીડિયા પોસ્ટ જોઈ લો.

બિલી પોર્ટરને હાલમાં જ 71માં પ્રાઈમટાઈમ એમી અવૉર્ડ્સમાં બેસ્ટ એક્ટર ઈન ડ્રામાનો પુરસ્કાર મળ્યો છે. આ પુરસ્કાર તેને ફિલ્મ પોઝમાં તેની દમદાર ભૂમિકા માટે આપવામાં આવ્યો. આ અવૉર્ડ જીતનાર બિલી પહેલા સમલૈંગિક અને અશ્વેત વ્યક્તિ છે. જો કે, મુદ્દો એ નથી. અમે વાત કરી રહ્યા હતા તેની ફેશન સેન્સની. એમી અવૉર્ડ્સ દરમિયાન બિલીએ જે સૂટ પહેર્યો હતો તેને જોઈને તમામ લોકો ચોંકી ગયા હતા. કારણ કે તેના સૂટને લાખોની કિંમતના ડાયમંડ અને ક્રિસ્ટલ્સથી સજાવવામાં આવ્યો હતો.

 
 
 
View this post on Instagram

THE MOMENT HAS ARRIVED HUNTIES! #ad With my @KetelOne_US martini in hand, taking a moment to reflect on dreaming the impossible and making it a reality. Growing up, there was never representation of someone who looked like me… So to live in my truth, be loved for being who I am and standing proud as the first openly gay, black man to walk the #EmmyAwards red carpet as a Lead Actor Drama nominee… Y’all just don’t know what this moment means to me. Here’s to celebrating 50 years of life, 30 years of hard work and learning to embrace the JOY! This isn’t for me… It’s for US! Now let’s go shut this thing down ya’ll! 🍸DrinkMarvelously #EmmyAwards #KetelOne #Beanexample 📸 by @santiagraphy / @gettyimages Style by @sammyratelle Grooming by @heyannabee Wearing custom @michaelkors collection Custom Hat by @stephenjonesmillinery Fine Jewels by @oscarheyman Nails by @cndworld @nailzbyvee

A post shared by Billy Porter (@theebillyporter) onSep 22, 2019 at 4:21pm PDT


અહેવાલો પ્રમાણે બિલીએ જે સૂટ પહેર્યો હતો તેમાં 51, 07, 392 રૂપિયાના હીરા જડવામાં આવ્યા હતા. જ્યારે 1, 30, 000ના ક્રિસ્ટલ્સથી સજાવવામાં આવ્યું હતું. તમે કલ્પના કરી શકો છો કે તેને જોવા વાળાની શું હાલત થઈ હશે. આ સૂટને તૈયાર કરવામાં 170 કલાકનો સમય લાગ્યો હતો.

હોલીવુડ રિપોર્ટર પ્રમાણે બિલીનો આ સૂટ લક્ઝરી બ્રાન્ડ માઈકલ કોર્સે તૈયાર કર્યો છે. કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે, અમે બિલીના ઘરે પહોંચ્યા અને અમે તેમને પુછ્યું કે શું તેઓ એમી અવૉર્ડસ માટે અમારી સાથે જોડાવા માંગશે. અમે 70ના દાયકાનો ડિસ્કો વાળો લૂક આપવા માંગતા હતા.


નખ પર હતા ક્રિસ્ટલ્સ
બિલીએ ન માત્ર ખાસ સૂટ પહેર્યો હતો. પરંતુ તેના માટે ખાસ ડિઝાઈન કરેલી હેટ અને હીલ્સ પહેર્યા હતા. એટલું જ નહીં બિલીના નખ પર પણ ક્રિસ્ટલ્સ લગાવેલા હતા.

આ પણ જુઓઃ Vogue Beauty Awards: જુઓ બૉલીવુડ અભિનેત્રીઓનો ગ્લેમરસ અંદાજ

બિલી ફેશનના મામલે પ્રયોગો કરવા માટે જાણીતા છે. તેઓ કાંઈક એવું કરે છે જેનાથી તે અન્ય લોકોથી અલગ દેખાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK