આ બિલાડાને દત્તક લેવા માટે લોકો તૂટી પડતાં શેલ્ટરહોમની વેબસાઇટ ક્રૅશ થઈ

26 August, 2019 09:17 AM IST  |  અમેરિકા

આ બિલાડાને દત્તક લેવા માટે લોકો તૂટી પડતાં શેલ્ટરહોમની વેબસાઇટ ક્રૅશ થઈ

આ બિલાડાને દત્તક લેવા માટે લોકો તૂટી પડતાં શેલ્ટરહોમની વેબસાઇટ ક્રૅશ થઈ

અમેરિકાના ફિલા‌ડેલ્ફિયાના એક શેલ્ટરહોમમાં રહેતો બીજે નામનો બિલાડો મસ્ત જાડિયોપાડિયો છે. મોરિસ એનિમલ રેફ્યુજી સેન્ટરમાં એને કોઈક છોડી ગયેલું. જોકે ત્યાં ભાઈસાહેબને મળેલી મહેમાનગતિને કારણે તે એવો ગોળમટોળ થઈ ગયો છે કે પહેલી નજરે જોતાં જ વહાલો લાગે. ગયા અઠવાડિયે આ શેલ્ટરહોમે જાહેરાત આપેલી કે કોઈને આ બિલાડો દત્તક લેવો હોય તો વેબસાઇટ પર રસ બતાવે. જોકે બીજેભાઈની તસવીરો જોઈને એટલાબધા લોકોનો ધસારો આ વેબસાઇટ પર થયો કે એ જ દિવસે એ ક્રૅશ થઈ ગઈ. સોશ્યલ મીડિયામાં પણ તેની તસવીરો ફરવા લાગી.

આ પણ વાંચો : પતિ બહુ પ્રેમ કરે છે અને કદી ઝઘડતો નથી એટલે પત્નીએ છૂટાછેડાની અરજી કરી

ગણતરીના દિવસોમાં જ આ બિલ્લો મિસ્ટર બીના હુલામણા નામે જાણીતો થઈ ગયો છે. ટ્વિટર પર તેના અનેક ફૉલોઅર્સ પણ થઈ ગયા છે.

philadelphia offbeat news hatke news