Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિ બહુ પ્રેમ કરે છે અને કદી ઝઘડતો નથી એટલે પત્નીએ છૂટાછેડાની અરજી કરી

પતિ બહુ પ્રેમ કરે છે અને કદી ઝઘડતો નથી એટલે પત્નીએ છૂટાછેડાની અરજી કરી

26 August, 2019 09:07 AM IST | દુબઈ

પતિ બહુ પ્રેમ કરે છે અને કદી ઝઘડતો નથી એટલે પત્નીએ છૂટાછેડાની અરજી કરી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે જ્યારે પતિ-પત્ની છૂટાછેડા લેવાની નોબત પર આવે ત્યારે બન્ને વચ્ચે બહુ ઝઘડો થતો હોય અને ભરપૂર ફરિયાદો હોય. જોકે યુનાઇટેડ આરબ અમીરાતના ફઝરાહ શહેરની શરિયા કોર્ટમાં પહોંચેલી એક મહિલાએ અવળી ફરિયાદ કરી છે. તેનું કહેવું છે કે તેનો પતિ એટલો શરીફ અને નેકદિલ છે કે નિકાહ પછી કદી તેણે ઊંચા અવાજમાં વાત પણ નથી કરી. ઉલટાનું તે બધા જ કામમાં મદદ કરે છે. ઘર સાફ કરવામાં મદદ કરે છે અને ક્યારેક તો જાતે બનાવીને ખાઈ લે છે. મહિલાએ કોર્ટમાં કહ્યું હતું કે, ‘તેના આટલાબધા પ્રેમથી મને ગૂંગળામણ થાય છે. બધું જ એટલું સરસ છે કે જિંદગી એક રીતે જહન્નૂમ બની ગઈ છે. હું માત્ર એવું ઇચ્છતી હતી કે તે ઍટલીસ્ટ મારી સાથે ઝઘડો ભલે ન કરે, પણ થોડોક વાદવિવાદ તો કરે, પણ એય તે નથી કરતો. હું દલીલ કરું તોપણ તે મને માફ કરીને ભેટ આપે છે. મારે એવો પતિ જોઈતો હતો જે જિંદગીની સચ્ચાઈને સમજે અને મુશ્કેલ સંજોગો પર વિચાર કરીને ક્યારેક ચર્ચાવિવાદ પણ કરે, પણ આ તો મારી બધી જ વાત ચૂપચાપ માની લે છે.’

આ પણ વાંચો : 27 વર્ષની યુવતીએ આઠ પૌત્ર-પૌત્રીઓ ધરાવતા 83 વર્ષના દાદા સાથે લગ્ન કર્યાં



જોકે કોર્ટે મહિલાની માગણી મંજૂર નથી કરી અને તેને પતિ સાથે રહેવા જવા સમજાવી લીધી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2019 09:07 AM IST | દુબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK