શૌચાલયે તોડાવ્યા લગ્ન, વરરાજો મંડપ છોડીને ભાગ્યો

29 June, 2019 06:22 PM IST  | 

શૌચાલયે તોડાવ્યા લગ્ન, વરરાજો મંડપ છોડીને ભાગ્યો

પ્રતીકાત્મક તસવીર

ઝારખંડના રામગઢ સ્થિત ગોલા થાણાના કમતા ગામમાં ગુરૂવાર રાત્રે વરમાલા પછી વરરાજો લગ્ન છોડીને જ જતો રહ્યો હતો અને લગ્નમાં પહોચેલા જાનૈયાઓ પણ એક પછી એક નિકળી ગયા હતા. વાત એવી તો શું થઈ કે, વરરાજા જે સ્ત્રી સાથે પરણવાનો હતો તેને જ લગ્નના મંડપમાં છોડીને એકલો જ ભાગી ગયો હતો અને સાથે સાથે જાનૈયા પણ તેની સાથે નીકળી ગયા હતા અને દુલ્હન મંડપમાં લગ્ન વગર જ રહી ગઈ હતી. આ જાન રાંચીના ખલારીથી આવી હતી. બધુ જ ઠીક ચાલી રહ્યું હતું જાન પૂરા તામજામ સાથે આવી હતી અને કન્યાપક્ષ દ્વારા તેમનું સ્વાગત પણ એટલુ જ ધમાકેદાર રીતે કરવામાં આવ્યું હતું. જો બધુ જ બરાબર ચાલી રહ્યું હતું તો એવું તો શું થયું કે, લગ્ન અધૂરા રહી ગયા હતા.

આ લગ્ન તૂટવાનું કારણ હતું કે શૌચાલય. વરપક્ષ જ્યારે જાન સાથે પહોચ્યા ત્યારે કન્યા પક્ષ દ્વારા શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી હતી નહીં જેના કારણે વરપક્ષ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વરપક્ષે પ્રસંગમાં શૌચાલયની વ્યવસ્થા ન હોવાના કારણે હાજર મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કન્યાપક્ષ દ્વારા નારાજગી પછી તરત જ શૌચાલયની વ્યવસ્થા ઉભી કરી હતી જો કે જાનૈયાઓની નારાજગી દૂર થઈ હતી નહી.

આ પણ વાંચો: રાજ્ય સરકારની કર્મચારીઓને ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

શૌચાલય ન હોવાની વાતને લઈને વર મંડપમાં આવવાની જગ્યાએ તેના જીજાજી સાથે ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ એક પછી એક લગ્નમાં હાજર મહેમાનોએ પણ વિદાય લીધી હતી. આ ઘટના પછી દુલ્હન પક્ષના લોકો વરના ઘરે રાંચી પહોચ્યા હતા અને લગ્ન માટે મનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો જો કે વરપક્ષ ન માનતા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરવામાં આવી હતી. હાલ પોલીસ આ વિશે તપાસ કરી રહી છે. કન્યાપક્ષનું કહેવું છે કે, લગ્ન માટે તેમણે દહેજ માટે મોટી રકમ આપી હતી.

hatke news offbeat news gujarati mid-day