1.5 કિલો અને 12000 કૅલરી ધરાવતું આ બર્ગર ખાઈ શકો?

15 August, 2019 10:00 AM IST  |  ઇંગ્લૅન્ડ

1.5 કિલો અને 12000 કૅલરી ધરાવતું આ બર્ગર ખાઈ શકો?

1.5 કિલો અને 12000 કૅલરી ધરાવતું આ બર્ગર

ઇંગ્લૅન્ડના ડરહૅમ શહેરમાં ધ જ્યૉર્જ પબ ઍન્ડ ગ્રિલ નામની રેસ્ટોરાંમાં મૅન વર્સસ ફૂડ ચૅલેન્જ આપતું એક બર્ગર તૈયાર કર્યું છે. એમાં દસ બર્ગરમાં વપરાય એટલી પૅટી, બર્ગર અને ફ્રાઇસ વપરાયાં છે. એને કારણે આ વાનગીનું નામ પડ્યું છે બિગ બેન નંબર ૧૦. એનું કુલ વજન કરો તો ૧.૫ કિલોગ્રામ જેટલું છે અને ૧૨,૦૦૦ કૅલરી થાય જે એક વ્યક્તિના ડેઇલી કન્ઝમ્શન કરતાં પાંચ ગણું વધારે કહેવાય.

આ પણ વાંચો : આ ભાઈ ખરીદી કરવા ગોલ્ફ-કાર્ટ ચલાવીને સુપરમાર્કેટમાં પહોંચી ગયા

આ ફીસ્ટ પૂરી કરવા જતાં જીવ જતો રહે તો એનું જોખમ ચૅલેન્જ લેનારે જ ઉઠાવવાનું છે એવી સ્પષ્ટતા રેસ્ટોરાંના માલિક ક્રેગ હાર્કરે કરી લીધી છે. ક્રેગનું કહેવું છે કે ધારો કે તમને આ બર્ગર ખાવાથી કોઈ જાનહાનિ થશે તો ૫૦૦ પાઉન્ડ એટલે કે ૪૩,૦૦૦ રૂપિયાનું કમ્પન્સેશન જરૂર આપીશું. 

england offbeat news hatke news