આ ભાઈ ખરીદી કરવા ગોલ્ફ-કાર્ટ ચલાવીને સુપરમાર્કેટમાં પહોંચી ગયા

Published: Aug 15, 2019, 09:52 IST | ફ્લોરિડા

સુપરસ્ટોરમાં લોકો ખરીદી કરતી વખતે પોતાનું સિંગલ સ્કૂટર કે વ્હીલચૅર લઈને અંદર આવતા-જતા આપણે જોયા છે, પણ અમેરિકામાં છાશવારે કેટલાક લોકો ઘોડા, ગધેડા જેવા પ્રાણીઓ લઈને પર અંદર પહોંચી જાય છે.

આ ભાઈ ગોલ્ફ-કાર્ટ લઈને માર્કેટમાં પહોંચી ગયો
આ ભાઈ ગોલ્ફ-કાર્ટ લઈને માર્કેટમાં પહોંચી ગયો

સુપરસ્ટોરમાં લોકો ખરીદી કરતી વખતે પોતાનું સિંગલ સ્કૂટર કે વ્હીલચૅર લઈને અંદર આવતા-જતા આપણે જોયા છે, પણ અમેરિકામાં છાશવારે કેટલાક લોકો ઘોડા, ગધેડા જેવા પ્રાણીઓ લઈને પર અંદર પહોંચી જાય છે. અલબત્ત, આ વખતે તો ફ્લોરિડાની ટૅમ્પા નદી પાસેના વૉલમાર્ટના એક સ્ટોરમાં ૫૬ વર્ષના ભાઈએ હદ જ કરી નાખી. ગોલ્ફના મેદાનમાં જે ઇલેક્ટ્રિક વાહન વાપરતા હોય એ કાર્ટ લઈને જ તેઓ સ્ટોરમાં ઘૂસી ગયા. ઘૂસી તો ગયા પણ પછી બેફામ સ્પીડમાં કાર્ટ ચલાવવા લાગ્યા. શૉપર્સને તો બે ઘડી માટે એવું લાગ્યું કે જાણે આતંકવાદી હુમલો થયો છે. વાત એમ હતી કે તે મેઇન ડોર પાસે આવીને જરા વાર થોભ્યો પણ નહીં અને સીધો ઘૂસી ગયો એટલે સિક્યૉરિટી ઑફિસર્સ પણ તેની પાછળ દોડતા રહી ગયા હતા.

આ પણ વાંચો : ટાર્ગેટ અચીવ ન કરનારા કર્મચારીઓને ચીનમાં કંપનીએ જીવતી માછલી ખાવા મજબૂર કર્યા

તે એન્ટ્રન્સ ડોરથી આવ્યો અને તરત જ બહાર નીકળવાના દરવાજા ભણી જ ભાગ્યો હતો, પરંતુ એ દરમ્યાન વચ્ચે કેટલાક કસ્ટમર્સને પણ ઇજા થઈ ગઈ હતી. તે બીજા દરવાજેથી ભાગી જાય એ પહેલાં સ્ટોરની સિક્યોરિટીએ તેને પકડી લીધો હતો. તે અત્યારે જેલમાં છે અને તેણે પોતાના વતી કોઈ વકીલ પણ રોક્યો નથી. આવું તેણે કેમ કરેલું એ હજી જાણવા નથી મળ્યું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK