એક ફેફસું અને એક કિડની સાથે જન્મેલું બાળક પ્લાસ્ટિકનાં ફેફસાંથી જીવે છે

11 June, 2019 08:54 AM IST  | 

એક ફેફસું અને એક કિડની સાથે જન્મેલું બાળક પ્લાસ્ટિકનાં ફેફસાંથી જીવે છે

પ્લાસ્ટિક ફેફસા સાથે જીવે છે આ બાળક

લંડનમાં રહેતો ફ્રૅન્કી શૉપલૅન્ડ નામનો છોકરો હાલમાં ત્રણ વર્ષનો છે પણ તે અત્યાર સુધી કઈ રીતે જીવી શક્યો એ મેડિકલ સાયન્સ માટે પણ અચરજ છે. તે જ્યારે ગર્ભમાં હતો ત્યારે જ ડૉક્ટરોએ પેરન્ટ્સ ઍમી ગ્રાન્ટ અને કેરી શૉપલૅન્ડને અબૉર્શન કરાવી લેવાની સલાહ આપેલી. એનું કારણ એ હતું કે તેના શરીરના પોલાણમાં આવેલા વાઇટલ અવયવોમાં ગરબડ હતી. તેની છાતીની પાંસળીઓમાં એક જ ફેફસું હતું.

પેટના પોલાણમાં એક જ કિડની હતી અને હૃદય પણ ડાબી નહીં, જમણી તરફ હતું. એમ છતાં ઍમી અને કેરીએ બાળકને જન્મ આપવાનો નિર્ણય લીધો. બાળક પ્રી-મૅચ્યોર જન્મ્યું અને એનો જીવ ટકાવી રાખવાનું મુશ્કેલ હતું. શરૂઆતમાં તેને જિવાડવા માટે લગભગ આખો દિવસ વેન્ટિલેટર પર રાખવું પડતું હતું અને એને કારણે તેને પૂરતું પોષણ નહોતું આપી શકાતું.

આ પણ વાંચો: અમેરિકામાં યોગ દિવસની ધૂમ, વૉશિંગ્ટનમાં 2500 લોકોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

પોષણના અભાવે શારીરિક વિકાસ સંભવ બનતો નહોતો. જોકે એ પછી ડૉક્ટરોએ તેની છાતીની પાંસળીમાં પ્લાસ્ટિકની નળી ઇમ્પ્લાન્ટ કરીને એવું ડિવાઇસ મૂક્યું જે પ્લાસ્ટિકના ફેફસા જેવું કામ આપે. આખો દિવસ તેના નાક પાસે આ પ્લાસ્ટિકની નળી લગાડેલી રાખવી પડે છે, પરંતુ એને કારણે હવે તે રમી-જમી અને ફરી શકે છે.

offbeat news hatke news gujarati mid-day