અમેરિકામાં યોગ દિવસની ધૂમ, વૉશિંગ્ટનમાં 2500 લોકોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

અમેરિકા | Jun 10, 2019, 16:34 IST

અમેરિકામાં પણ યોગાના પ્રતિ લોકોનું વણલ વધી રહ્યું છે. રાજધાની વૉશિંગ્ટનના પ્રમુખ સ્મારક પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આગામી રવિવારે થનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે.

અમેરિકામાં યોગ દિવસની ધૂમ, વૉશિંગ્ટનમાં 2500 લોકોએ કરાવ્યુ રજિસ્ટ્રેશન
અમેરિકામાં યોગ દિવસની ધૂમ

અમેરિકામાં પણ યોગાના પ્રતિ લોકોનું વણલ વધી રહ્યું છે. રાજધાની વૉશિંગ્ટનના પ્રમુખ સ્મારક પરિસરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં આગામી રવિવારે થનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેશે. ગયા શનિવાર સુધી તેના માટે 2500થી વધારે લોકોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે. ભારતની પહેલ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવામાં આવે.

વૉશિંગ્ટન સ્મારક ત્રીજી વાર યોગ કાર્યક્રમ હોસ્ટ કરશે. અમેરિકાની રાજધાનીમાં યોગ કરવા માટે આ સમયે સૌથી મોટી સંખ્યામાં જમાવડો થવાની આશા જતાવવામાં આવી રહી છે. એનું આયોજન ભારતીય દૂતાવાસ 20થી વધારે સંગઠનોના મદદથી કરી રહ્યા છે.

આ પણ વાંચો : Video: મેચ જોવા પહોંચેલા માલ્યાને જોઈ લાગ્યા 'ચોર ચોર'ના નારા

અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે, વૉશિંગ્ટન સ્મારકમાં થનારા યોગ કાર્યક્રમમાં ભાગીદારી માટે અમારા આહ્વાનને સારૂ પ્રતિક્રિયા મળી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકામાં ભારતના રાજદૂત બનીને આવેલા શ્રૃંગલા યોગ દિવસના ઉપલક્ષ્યમાં થનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે દૂતાવાસના અધિકારીઓ અને ભાગીદાર સંસ્થાઓની સાથે બેઠક પણ કરી ચૂક્યા છે. યોગ દિવસ કાર્યક્રમના માટે બધા રાજદૂતો અને સંયુક્ત રાષ્ટ્રના સંગઠનોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK