world cup: ભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન

01 July, 2019 02:55 PM IST  | 

world cup: ભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન

ભારતની હાર પર મહેબૂબા મુફ્તીનું વિવાદાસ્પદ નિવેદન

વર્લ્ડ કપમાં 38મી મેચમાં ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે 31 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય ટીમની આ હાર બાદ રાજકારણ ગરમાઈ રહ્યું છે. સામાન્ય રીતે આ મેચ પહેલાથી જ વિવાદમાં છે અને આ વિવાદનું કારણે છે ટીમ ઈન્ડિયાની ઓરેન્જ જર્સી. રવિવારે ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઓરેન્જ જર્સી સાથે મેદાન પર ઉતરી હતી જેને ભાજપના ભગવા રંગ સાથે જોડવામાં આવી રહ્યું છે.

ટીમ ઈન્ડિયાની હાર પછી મહેબૂબા મુફ્તીએ ટીમ ઈન્ડિયાની હાર પાછળનું કારણ ટીમની ઓરેન્જ જર્સીને જવાબદાર ગણાવી છે.
મહેબૂબા એ ટ્વીટ કરતા લખ્યું હતું કે, તમે મને અંધવિશ્વાસી કહી શકો. પરંતુ આ ઓરેન્જ જર્સીના કારણે ભારતીય ટીમનો વિજય રથ રોકાઈ ગયો છે. ઓરેન્જ જર્સીને લઈને પહેલું નિવેદન નથી આ પહેલા પણ સમાજવાદી પાર્ટીએ ભગવાકરણનો આક્ષેપ લગાવ્યો હતો. સપાના વિધાયક અબૂ આજમીએ કહ્યું હતું કે, 'પીએમ મોદી દેશને ભગવા રંગમાં રંગવા માગે છે. આજે જર્સી ભગવા રંગની થઈ રહી છે જો તમે જર્સીનો રંગ પસંદ કરવા ઈચ્છતા હોય તો ત્રિરંગાના રંગને પસંદ કરો.'

આ પણ વાંચો: ભારતની વર્લ્ડ કપમાં પહેલી હાર, ઇંગ્લેન્ડે 31 રને મેચ જીતી સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી

આ સિવાય નેશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મૂ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબદુલ્લાહે પણ ભારતીય ટીમની હાર પર સવાલ ઉભા કર્યા હતા. ઓમરે કહ્યું હતું કે, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની જગ્યાએ જો આપણો સેમિફાઈનલમાં જવાનો રસ્તો દાવ લાગ્યો હોત તો પણ ટીમ ઈન્ડિયા આ રીતે બેટિંગ કરત?. જો કે ટીમ ઈન્ડિયાની જર્સી વિશે સ્પષ્ટતા આપતા ICCએ કહ્યું હતું કે, નવા નિયમો પ્રમાણે બન્ને ટીમો એક કલરની જર્સી પહેરી શકે નહી જેના કારણે જર્સીનો રંગ બદલવામાં આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાની જર્સીની કેસરી રંગમાંથી જર્સીનો રંગ પસંદ કરવામાં આવ્યો હતો.

 

cricket news world cup 2019 gujarati mid-day