ભારતની વર્લ્ડ કપમાં પહેલી હાર, ઇંગ્લેન્ડે 31 રને મેચ જીતી સેમીફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી

Published: Jun 30, 2019, 23:19 IST | London

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ વર્લ્ડ કપ 2019 માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ ટીમે 31 રને ભારતને હરાવીને પોતાની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. મહત્વનું છે કે ઇંગ્લેન્ડ માટે આ કરો યા મરો સમાન મેચ હતી.

ઇંગ્લેન્ડે 31 રને ભારતને હરાવ્યું (PC : CrickeWorldCup)
ઇંગ્લેન્ડે 31 રને ભારતને હરાવ્યું (PC : CrickeWorldCup)

London : ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલ વર્લ્ડ કપ 2019 માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ ટીમે 31 રને ભારતને હરાવીને પોતાની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. મહત્વનું છે કે ઇંગ્લેન્ડ માટે આ કરો યા મરો સમાન મેચ હતી. જો આ મેચ હારત તો ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર ફેકાઇ જાત. ઇંગ્લેન્ડની જીત માટે બેરિસ્ટો મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ભારત સામેની મેચમાં 111 રનની ઇનીંગ રમી હતી. તો બેન સ્ટોક્સને પણ 79 રનની મહત્વની ઇનીંગ રમી હતી. ભારત તરફથી રોહિત શર્મા 102 રનની ઇનીંગ રમી હતી પણ તે ટીમને જીતાડી શકી ન હતી.

રોહિત શર્માની વિશ્વકપમાં ત્રીજી સદી
રોહિત શર્મા 102 રન બનાવી આઉટ થયો હતો. વિશ્વકપમાં તેની ત્રીજી અને વનડે કરિયરની 25મી સદી હતી. રોહિતે 109 બોલનો સામનો કરતા  15 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા તેણે આફ્રિકા અને પાકિસ્તાન વિરુદ્ધ પણ સદી ફટકારી હતી. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી હતી.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

રિષભ પંત 32 અને પંડ્યાએ બનાવ્યા 45 રન
વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલ રિષભ પંત 32 રન બનાવી પ્લંકેટનો શિકાર બન્યો હતો. તેણે 29 બોલમાં ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 33 બોલમાં 4 ચોગ્ગા સાથે 45 રન બનાવ્યા હતા. તેને પ્લંકેટે વિન્સેના હાથે કેચ કરાવી પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. એમએસ ધોની 42 અને કેદાર જાધવ 12 રન બનાવી અણનમ રહ્યાં હતા.  

મોહમ્મદ શમીએ ઝડપી 5 વિકેટ
ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ પર 337 રન બનાવ્યા હતા. તેના માટે જોની બેયરસ્ટોએ 111 રનનું યોગદાન આપ્યું હતું. આ વિશ્વકપમાં તેની પ્રથમ સદી છે. બેન સ્ટોક્સે 79 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટમાં તેની ચોથી અડધી સદી છે. ભારત માટે મોહમ્મદ શમીએ 69 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

મો. શમીએ સતત ત્રીજી મેચમાં 4 વિકેટ ઝડપનાર બીજો ભારતીય
શમી સતત ત્રણ મેચમાં 4થી વધુ વિકેટ ઝડપનાર બીજો ભારતીય છે. આ પહેલા નરેન્દ્ર હિરવાણીએ 1988મા આમ કર્યું હતું. શમી વિશ્વકપમાં સતત 3 વખત ચારથી વધુ વિકેટ લેનાર બીજો બોલર છે. આ પહેલા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીએ વર્ષ 2011ના વિશ્વકપમાં આ સિદ્ધિ મેળવી હતી. શમીની આ વિશ્વકપમાં ત્રણ મેચમાં 13 વિકેટ થઈ ગઈ છે. તે સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલરોની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK