કાશ્મીરમાં હિંસા ફેલાવવા આતંકવાદીઓની મદદ લેશે ચીન?

02 July, 2020 01:07 PM IST  |  New Delhi | Agencies

કાશ્મીરમાં હિંસા ફેલાવવા આતંકવાદીઓની મદદ લેશે ચીન?

પ્રતીકાત્મક તસવીર

લાઇન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ (એલએસી) પર ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતીય ખુફિયા એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની સેનાએ નૉર્થ-લદ્દાખમાં પોતાની તહેનાતી વધારી દીધી છે. આ સાથે જ ચીની આર્મી આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી રહી છે. ખુફિયા એજન્સીઓના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને પોતાના સૈનિકોના બે ડિવિઝનને ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારમાં તહેનાત કર્યા છે.

પાકિસ્તાન તરફથી લગભગ ૨૦,૦૦૦ અતિરિક્ત સૈનિકોને નૉર્થ-લદ્દાખમાં તહેનાત કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન બે ફ્રન્ટ વૉરની તક જોઈ રહ્યું છે. તો ચીની આર્મીએ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી છે. પાકિસ્તાની ખુફિયા એજન્સી આઇએસઆઇ ચીનની સાથે હાથ મિલાવીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવા અને ત્યાં સુધી કે બૈટ ઑપરેશનને અંજામ આપવાનો પ્લાન બનાવી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરમાં રહેલા ૧૦૦ આતંકવાદીઓની મદદ લેવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળોનું આતંકવાદીઓની વિરુદ્ધ ઑપરેશન ચાલી રહ્યું છે અને હાલમાં જ ૧૨૦થી વધારે આતંકવાદી માર્યા ગયા છે. આમાંથી મોટા ભાગના લોકલ હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં કેટલાક જ વિદેશી આતંકવાદી હતા. સુરક્ષાદળોનાં ઑપરેશનથી પાકિસ્તાન ખૌફમાં છે અને તે નવાં ષડયંત્રો અજમાવી રહ્યું છે.

સૂત્રો પ્રમાણે બે ફ્રંટ વૉરની સ્થિતિમાં પાકિસ્તાને કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓ સાથે સુરક્ષાદળો પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે. આ ઇનપુટ બાદ સુરક્ષા એજન્સીઓ અલર્ટ પર છે અને જરૂરી પગલાં ઉઠાવવામાં આવી રહ્યાં છે.

new delhi terror attack china india kashmir