ન્યુઝ શોર્ટમાં: જુઓ નેશનલ અને વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે, વાંચો અહીં

14 June, 2021 01:52 PM IST  |  New Delhi | Agency

દિલ્હીમાં પાણીની તંગી છે અને એ સ્થિતિમાં વિવેકાનંદ કૅમ્પ ખાતે ગઈ કાલે અનેક રહેવાસીઓએ એક ટૅન્કરમાં પોતપોતાની પાઇપ જોડીને પોતાનાં કૅન અને બાલદીમાં પાણી ભર્યું હતું

પી.ટી.આઇ.

અછતમાં એકતા
દિલ્હીમાં પાણીની તંગી છે અને એ સ્થિતિમાં વિવેકાનંદ કૅમ્પ ખાતે ગઈ કાલે અનેક રહેવાસીઓએ એક ટૅન્કરમાં પોતપોતાની પાઇપ જોડીને પોતાનાં કૅન અને બાલદીમાં પાણી ભર્યું હતું.

કોવિડની તપાસમાં સહકાર આપવા ચીનને ચીમકી
વિश्व આરોગ્ય સંસ્થાના ચીફ ટેડ્રોઝ ગેબ્રીયેસસે ચીનને કહ્યું છે કે કોવિડ-૧૯ના વાઇરસનું ઉદ્ગમસ્થાન કયું એ વિશે વિશ્ર્વભરમાંથી ફરી ઉઠી રહેલી માગને ધ્યાનમાં લેતાં તમારે અત્યારે જે કંઈ તપાસ થઈ રહી છે એમાં સહકાર આપવો જ જોઈએ. ટેડ્રોઝે જી-૭ દેશોના વડાઓ સાથેની વિડિયો કૉન્ફરન્સિંગ પરની ચર્ચામાં કહ્યું હતું કે આ તપાસમાં આપણને ચીનના સહકારની ખાસ જરૂર છે.’

ઇઝરાયલમાં નવી સરકાર રચાશે
ઇઝરાયલમાં ગઈ કાલે સંસદમાં મતદાનની વ્યવસ્થા થવાને પગલે હવે આ દેશમાં વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુના સ્થાને નવી સરકાર રચાવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. નેતાન્યાહુ સતત ૧૨ વર્ષ સુધી શાસનમાં હતા. જમણેરી, ડાબેરી તથા મધ્ય વિચારસરણીવાળા પક્ષો અને એક આરબ પાર્ટીની બનેલી યુતિ પાતળી બહુમતીથી આગળ હતી.

બર્થ-ડે પાર્ટી બદલ ૩૧ યુવાનો સામે ગુનો નોંધાયો
હૈદરાબાદ નજીક કાથલ ખાતે રંગા રેડ્ડી જિલ્લામાં કોવિડ-19 લૉકડાઉનના ધોરણોનું ઉલ્લંઘન કરી ફાર્મ હાઉસમાં જન્મદિવસની પાર્ટી યોજવા બદલ સાયબરાબાદ પોલીસે ૩૧ યુવાનો સામે ગુનો નોંધ્યો હતો.  

બીજેપીનો વિકલ્પ બનાવી દો છ સિબલ
કૉન્ગ્રેસને બંધિયારપણાની છાપમાંથી બહાર નીકળવા માટે વ્યાપક સુધારાની અને બીજેપીના સક્ષમ વિકલ્પરૂપે ઉપસી આવવાની આવશ્યકતા પક્ષના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન કપિલ સિબલે દર્શાવી હતી. કપિલ સિબલે પી.ટી.આઈને આપેલી વિશેષ મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશ પર શાસન કરવાનો નૈતિક અધિકાર ગુમાવી બેઠા છે. પરંતુ બીજેપીનો કોઈ મજબૂત વિકલ્પ નથી. એ વિકલ્પ કૉન્ગ્રેસ પૂરો પાડી શકે એમ છે.’

national news new delhi coronavirus covid19 hyderabad israel