ગુજરાત સહિત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં મેઘતાંડવ : ઘરોમાં પાણી ઘુસ્યા

10 August, 2019 03:41 PM IST  | 

ગુજરાત સહિત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં મેઘતાંડવ : ઘરોમાં પાણી ઘુસ્યા

ગુજરાત સહિત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં મેઘતાંડવ

મેઘરાજા અત્યારે દેશભરમાં આક્રમક ઇનીંગ રમી રહ્યું છે. ગુજરાત સહિત કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારેથી અતીભારે વરસાદ પડી રહ્યો છે. આ રાજ્યોમાં વરસાદના કારણે અત્યાર સુધી 70 લોકોના મોત થયા છે. પૂરની સ્થિતિના કારણે લાખો લોકો બેઘર થયા છે અને રાહત કેમ્પમાં ખસેડવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર છેલ્લા 2 દિવસામાં મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં મૂશળધાર વરસાદના કારણે પરિસ્થિતિ વણસી છે. હવામાન વિભાગે આવનારા 24 કલાક ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરી છે.

કર્ણાટકમાં પૂરની સ્થિતિના કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની સ્થિતિઓ સર્જાઈ છે. કર્ણાટકમાં મૈસૂર ડિવીઝનના હસન-મંગલુરૂ વચ્ચે ચાલનારી તમામ 10 ટ્રેન રદ કરવામાં આવી છે. કર્ણાટકમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરતા સીએમ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું હતું કે, પૂરના કારણે 24 લોકોના મોત થયા છે જ્યારે 1024 ગામો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે 20 NDRF, 10 ભારતીય સેના, 5 ભારતીય નેવી અને 2 SDRFની ટીમો ખડેપગે છે. યેદિયુરપ્પાએ મૃતકોના પરિવારોને 5 લાખના વળતરની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad: મેગાસિટી બન્યું ‘મેઘા’સિટી, ધોધમાર વરસાદથી જળબંબાકાર

કેરળના વાયનાડમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે હાલાત બેકાબૂ બન્યાં છે. સતત વરસાદના કારે મેપ્પડી પંચાયતના પુથુમાલા ગામમાં ભૂસ્ખલન થયું. લોકોને બચાવવા માટે NDRF,ફાયર સેફટીના જવાનો સતત ખડેપગે લોકોની મદદ કરી રહ્યાં છે અને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં પણ પૂરના કારણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડ્ણવીસે પૂરગ્રસ્ત કોલ્હાપુર અને સાંગલીની અન્ય અધિકારીઓ સાથે હવાઈ સમીક્ષા કરી હતી.

Gujarat Rains gujarati mid-day