જમ્મૂ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન, ઈન્ટરનેટ સેવા ફરી બંધ

18 August, 2019 05:25 PM IST  | 

જમ્મૂ-કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન, ઈન્ટરનેટ સેવા ફરી બંધ

આર્ટિકલ 370 હટાવ્યા પછી સરકાર સતત જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિઓ પર ધ્યાન રાખી રહી છે. હિંસાની કેટલીક ઘટનાઓ પછી જમ્મૂ, સાંબા, રિયાસી, કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા ફરી એકવાર બંધ કરી દેવાઈ છે. સરકારે આ પગલા અફવાઓ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યાં છે. શુક્રવાર મોડી રાતથી આ જિલ્લાઓમાં મોબાઈલ સેવા શરૂ કરવામાં આવી હતી જ્યારે બીજી તરફ શ્રીનગરમાં ફરીથી રોનક આવી છે. તમામ પ્રકારની પાબંદી હટાવતા શ્રીનગરમાં લોકોનુ પરિવહન ફરીથી શરૂ થયું છે.

શ્રીનગરમાં સવારથી લોકોની અવર જવર જોવા મળી હતી. કાશ્મીરમાં સ્કૂલ-કોલેજ સોમવારથી શરૂ થઈ જશે. કર્મચારીઓ પણ તેમની ઓફિસ પહોચશે. રવિવારે આર્ટિકલ 370 હટાવ્યાના 14માં દિવસે ફરી એકવાર ઘાટીના ઘણા ભાગોમાં પાબંદીઓ લગાવવામાં આવી છે. આ વિશે વાત કરતા અધિકારીએ જણાવ્યું કે, શનિવારે આ વિસ્તારોમાં પિરિસ્થિતિ બગડી છે. આ વિસ્તારોમાંથી પાબંદીઓ હટાવતા પરેશાનીઓ ઉદભવી હતી

આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદીએ ભૂતાનમાં લોન્ચ કર્યુ RuPay કાર્ડ

આ વિસ્તારમાં આશરે 12 જગ્યાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેમાં ઘણા પ્રદર્શનકારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ વિસ્તારમાં ફરી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું કે, સઉદી અરબના હજ તીર્થયાત્રીઓની પહેલી બેચ કાશ્મીર પરત ફરી છે. આશરે 300 જેટલા તીર્થયાત્રીઓ રવિવારે શ્રીનગર હવાઈઅડ્ડે પહોચ્યા હતાં. પ્રશાસન જમ્મૂ-કાશ્મીર પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

jammu and kashmir gujarati mid-day