Uttar Pradesh Crime: સૂતેલા પતિ પર નાવણનું ઊકળતું પાણી રેડ્યું પછી આપ્યો મેથીપાક, જાણો શું છે મામલો

16 April, 2024 01:17 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

Uttar Pradesh Crime: પત્નીને તેના પતિના ગેરકાયદેસર સંબંધોની જાણ થઈ હતી. ત્યારબાદ આ પત્ની તેના પતિને પોતાના માતા-પિતાના ઘરે લઈ ગઈ હતી.

સૂતેલ વ્યક્તિની પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશમાંથી ફરી એકવાર સનસનાટીભર્યા સમાચાર (Uttar Pradesh Crime) સામે આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર યુપીનાં દેવરિયામાં એક મહિલાને તેના પતિ પર ઊકળતું પાણી ફેંક્યું હતું. 

શા માટે પત્નીએ કર્યું આવું કૃત્ય?

તમને જણાવી દઈએ કે પત્નીને તેના પતિના ગેરકાયદેસર સંબંધોની જાણ થઈ હતી. ત્યારબાદ આ પત્ની તેના પતિને પોતાના માતા-પિતાના ઘરે લઈ ગઈ હતી. સાસરિયામાં જ્યારે પતિ સૂતો હતો ત્યારે તેના પર ગરમ પાણી ફેંકવામાં (Uttar Pradesh Crime) આવ્યું હતું. ત્યારબાદ આ પતિ ત્યાંથી ભાગી જવા માટે પર્યટન કરતો હતો તો તેના સાળા અને સસરાએ મળીને તેને લાકડીઓ વડે ઢોર માર પણ માર્યો હતો.

ભાગવાનો પ્રયત્ન કરતો હતો પતિ, પણ... 

જ્યારે પતિ બચવા માટે છત તરફ દોડ્યો ત્યારે તેને સાસરિયાંવાળાઓએ ધક્કો મારીને નીચે પાડી દીધો (Uttar Pradesh Crime) હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પતિની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે.

ક્યારે પર્ણયુ હતું આ યુગલ?

બલિયા જિલ્લાના સિકંદરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લિલકર ગામના રહેવાસી આશિષ રાયના લગ્ન 2023માં બંકટા વિસ્તારની રહેવાસી અમૃતા રાય સાથે થયા હતા. થોડા સમય માટે તો જાણે બધું વ્યવસ્થિત ચાલતું હતું, પરંતુ જ્યારે પત્નીને ખબર પડી કે તેના પતિના બીજી એક મહિલા સાથે અફેર ચાલુ છે ત્યારે તેણે 13 એપ્રિલના રોજ તેના મામાના ઘરે જવાની જીદ કરી હતી. તેણે એવું બહાનું કાઢ્યું હતું કે તેના ભાઈની તબિયત ખરાબ છે. આ જ કારણોસર આશિષ પણ તેની સાથે જવા માટે સંમત થયો અને બાઇક પર તેની પત્ની સાથે તેના સાસરે પહોંચ્યો. જ્યાં તેની પત્નીએ તેને રોકાઈ જઈને બીજા દિવસે જવાનું કહ્યું હતું. 

રાત્રે જમ્યા પછી દંપતી એક જ રૂમમાં સૂતા હતા. ત્યારે સવારે પત્ની જાગી ગઈ અને રસોડામાંથી ઊકળતું પાણી લઈ આવી હતી. અને તેણે પતિ સૂતો હતો ત્યારે ઉકળતું પાણી પતિનાં શરીર પર રેડી દીધું હતું. જ્યારે પતિએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો તો સસરા અને સાળીએ તેને ઢોર માર (Uttar Pradesh Crime) માર્યો હતો. 

આશિષે ઉમેર્યું કે જ્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેના સસરાએ તેને માર માર્યો, અને તેના સાળાએ તેને ટેરેસ પરથી નીચે ફેંકી દીધો હતો.

પત્નીની ધરપકડ કરવામાં આવી છે

આ ઘટના વિશે વાત કરતાં દેવરિયાના અધિક પોલીસ અધિક્ષક (એએસપી) ભીમ કુમાર ગૌતમે જણાવ્યું હતું કે આ મામલાના સંબંધમાં ચાર લોકોની અટકાયત કરાઇ છે. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની બહુવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અને આ મામલે દોષી મહિલાની ધરપકડ (Uttar Pradesh Crime) કરવામાં આવી છે.

national news india uttar pradesh Crime News