ઉર્મિલા માંતોડકરે થામ્યો કોંગ્રેસનો હાથ, મુંબઈથી લડી શકે છે ચૂંટણી

27 March, 2019 07:08 PM IST  | 

ઉર્મિલા માંતોડકરે થામ્યો કોંગ્રેસનો હાથ, મુંબઈથી લડી શકે છે ચૂંટણી

રાહુલ ગાંધીની હાજરીમાં જોડાયા ઉર્મિલા માતોંડકર

વધુ એક સેલિબ્રિટીએ રાજકીય પક્ષનો દામન થામી લીધો છે. હવે અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસમાં સામેલ થઈ છે. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલા માતોંડકરનું પક્ષમાં સ્વાગત કર્યું. ઉર્મલિાએ દિલ્હીમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસનું સભ્યપદ લીધું. ચર્ચા છે કે ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ તરફતી મુંબઈ નોર્થ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે ઉર્મિલા માતોંડકર કે કોંગ્રેસ કોઈએ પણ આ મામલે જાહેરાત નથી કરી.

આ દરમિયાન ઉર્મિલા માતોંડકરે કહ્યું કે મારા સ્વાગત માટે હું રાહુલ ગાંધી સહિત પક્ષના લોકોનો આભાર માનું છું. આજનો દિવસ મારા માટે અગત્યનો છે, કારણ કે હું સક્રિય રાજકારણમાં આવી રહી છું. બાળપણથી હું મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોમાં માનું છું. મારી પર્સનાલિટી પણ તેમના વિચારો સાથે જોડાયેલી છે. એટલે જમેં કોંગ્રેસમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

પક્ષમાં સામેલ થવાની સાથે જ તેમણે મોદી સરકાર પર પ્રહાર કર્યા. ઉર્મિલા માતોંડકરે રહ્યું કે આજે બંધારણ પર પ્રહાર થઈ રહ્યા છે. સાથે જ ઉર્મિલાએ એ પણ કહ્યું કે તેઓ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થઈને રાજકારણમાં આવ્યા છે, બીજે ક્યાંય જવાના નથી. અને લાંબા સમય સુધી રાજકારણમાં રહેશે.

આ પણ વાંચોઃ બાળકો સાથે રાહુલ ગાંધી લાગે છે ક્યૂટ, જુઓ આ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે મુંબઈની નોર્થ બેઠક પર ભાજપ અને શિવસેનાનો દબદબો રહ્યો છે. એટલે કોંગ્રેસે આ બેઠક પર વધુ તાકાત લગાવવી પડી છે. આ બેઠક પરથી છેલ્લી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સંજય નિરુપમે મોટી લીડથી હારનો સામનો કરવો પડ્યો હતો..

urmila matondkar rahul gandhi congress Election 2019