15 August, 2025 10:15 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
રખડતા કૂતરાની પ્રતીકાત્મક તસવીર
ભારતમાં રખડતા કૂતરાઓ ઓછા કે વધારે પ્રમાણમાં લગભગ દરેક ખૂણે જોવા મળે છે. સમગ્ર દેશમાં ૧.૫૩ કરોડ જેટલા કૂતરાઓ રસ્તે રખડી રહ્યા હોવાનું અનુમાન છે. જોકે અમુક રાજ્યો છે જ્યાં રખડતા કૂતરાઓની સંખ્યા ખૂબ વધારે છે. કૂતરાઓની સંખ્યા સાથે પ્રતિ ૧૦૦૦ની લોકવસ્તી સામે કેટલા રખડતા કૂતરા ક્યાં જોવા મળે છે એનો એક અહેવાલ હમણાં બહાર પડ્યો છે. આ અહેવાલ પ્રમાણે રખડતા કૂતરાઓ બાબતે ટૉપ પર ઓડિશા, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરલા રાજ્ય છે. જોકે સંખ્યાની દૃષ્ટિએ ઉત્તર પ્રદેશ નંબર વન છે. ત્યાં ૨૦ લાખ કરતાં પણ વધુ રખડતા કૂતરા છે. ઓડિશામાં પ્રતિ ૧૦૦૦ વ્યક્તિએ ૪૦ રખડતા કૂતરા છે, જ્યારે જમ્મુ-કશ્મીરમાં આ આંકડો ૨૩ છે.
|
મેટ્રો શહેરોમાં બૅન્ગલોર છે નંબર વન |
|
|
બૅન્ગલોર |
૧,૩૬,૮૬૬ |
|
દિલ્હી |
૫૫,૪૬૨ |
|
મુંબઈ |
૫૦,૭૯૯ |
|
ચેન્નઈ |
૨૪,૮૨૭ |
|
કલકત્તા |
૨૧,૧૪૬ |
|
હૈદરાબાદ |
૧૦,૫૫૩ |
|
રખડતા કૂતરાઓ સાથેનાં ટૉપ પાંચ રાજ્યો |
|
|
ઉત્તર પ્રદેશ |
૨૦,૫૯,૨૬૧ |
|
ઓડિશા |
૧૭,૩૪,૩૯૯ |
|
મહારાષ્ટ્ર |
૧૨,૭૬,૩૯૯ |
|
રાજસ્થાન |
૧૨,૭૫,૫૯૬ |
|
કર્ણાટક |
૧૧,૪૧,૧૭૩ |