UC Browser ને ફટકારવામાં આવ્યું સમન્સ

10 May, 2019 03:34 PM IST  |  ગાઝિયાબાદ

UC Browser ને ફટકારવામાં આવ્યું સમન્સ

યૂસી બ્રાઉઝરને ફટકારવામાં આવ્યું સમન્સ

અદાલતે ચીનની કંપની યૂસી બ્રાઉઝરના નિર્દેશકોની સામે સમન્સ ઈસ્યૂ કર્યું છે. કંપની પર અદાલતને ખોટી જાણકારી આપવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના અધિવક્તા નવાંક શેખર મિશ્રાએ આપેલી જાણકારી અનુસાર યૂસી બ્રાઉઝરના પૂર્વ એસોસિયેટ ડાયરેક્ટર પુષ્પેંદ્ર સિંહ પરમારે આપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલે યૂસી બ્રાઉઝરના બે અધિકારીઓ ડેમન શી ઉર્ફ શીયૂ અને સ્ટીવન સીની સામે અપર સિવિલ જજ સીનિયર ડિવઝને બિન જામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું હતું. આ પહેલા એપ્રિલ અને ડિસેમ્બર 2018માં પણ અદાલતે સમન્સ જાહેર કરી ચુક્યું છે. કંપનીએ વકીલના માધ્યમથી અદાલતને જાણકારી આપી કે આ બંને ક્યારેય કંપનીના અધિકારીઓ રહ્યા જ નથી. પુષ્પેંદ્ર સિંહે કંપનીએ ખોટી જાણકારી આપી હોવાના પુરાવાર કોર્ટમાં રજૂ કર્યા. અદાલતે હવે કંપનીના નિર્દેશકોને સમન્સ મોકલ્યું છે. યૂસી બ્રાઉઝરનું માલિક અલીબાબા છે. બંનેને અધિકારી ચીનના નાગરિક છે અને ભારતના કાર્યાલયમાં કામ કરતા હતા. હવે બંને ભારત છોડીને જઈ ચુક્યા છે.

આ પણ વાંચોઃ ભારતીયોને લગ્ન કરતા ડેટિંગમાં વધુ રસઃ ગૂગલ સર્ચની આદત પરથી તારણ

આ છે મામલો
અધિવક્તાએ કહ્યું કે ફરિયાદ કરનાર પુષ્પેંદ્ર સિંહ પરમાર અલીબાબા ગ્રુપની કંપની યૂસી વેબમાં ભારતમાં એસોસિયેટ ડાયરેક્ટરના પદ પર કાર્યરત હતા. કામ દરમિયાન સ્ટેવેન સીએ કંપનીની બહાર કોઈ એક અન્ય વ્યક્તિને લખેલો એક ઈમેલઈલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં પુષ્પેન્દ્રસિંહની સામે ખોટી વાતો લખવામાં આવી હતી. આ ઈમેઈલના આધારે પુષ્પેન્દ્ર સિંહે પહેલા તો બંનેને લીગલ નોટિસ મોકલી, જેનો કોઈ જવાબ ન આવ્યો. પછી તેમણે ગાઝિયાબાદ કોર્ટમાં કેસ દાખલ કર્યો. કોર્ટે પણ બંને વ્યક્તિ અને કર્મચારીઓનો સમન્સ મોકલ્યું. પરંતુ કોઈ જ કોર્ટમાં ન આવ્યું. એવામાં કોર્ટ તેમને બિન જામીનપાત્ર વૉરંટ મોકલ્યું. બાદમાં કંપનીએ કોર્ટને ખોટી જાણકારી આપી કે શીયૂ અને સ્ટીવન ક્યારેય પણ કંપનીને અધિકારી નથી રહ્યા.

tech news national news