Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ભારતીયોને લગ્ન કરતા ડેટિંગમાં વધુ રસઃ ગૂગલ સર્ચની આદત પરથી તારણ

ભારતીયોને લગ્ન કરતા ડેટિંગમાં વધુ રસઃ ગૂગલ સર્ચની આદત પરથી તારણ

10 May, 2019 02:36 PM IST | મુંબઈ(ટેક ડેસ્ક)

ભારતીયોને લગ્ન કરતા ડેટિંગમાં વધુ રસઃ ગૂગલ સર્ચની આદત પરથી તારણ

ભારતીય ગૂગલ પર શું સૌથી વધુ સર્ચ કરે છે?

ભારતીય ગૂગલ પર શું સૌથી વધુ સર્ચ કરે છે?


ઈનસાઈટ્સ ફૉર બ્રાંડ્સની રિપોર્ટમાં સામે આવ્યું છે કે ઈંટરનેટના માધ્યમથી ડેટિંગ પાર્ટનર શોધનારા લોકો 40 ટકા વધ્યા છે. જ્યારે ઈંટરનેટ પર લગ્ન શોધનારા લોકોમાં 13 ટકાનો વધારો થયો છે. જેનાથી સાફ થાય છે કે ભારતીય યુવાનોને લગ્નમાં ઓછો અને ડેટિંગમાં વધારે રસ લઈ રહ્યા છે.

અહેવાલ પ્રમાણે, 2017ની તુલનામાં 2018માં ભારતમાં મેટ્રીમૉનીથી વધુ ડેટિંગ માટે સર્ચ કર્યું છે. આમાં પણ નૉન-મેટ્રો શહેરોઆ મેટ્રો શહેરોને પાછળ છોડી દીધા છે. પરંતુ જે ગતિથી ભારતીય યૂઝર્સમાં ડેટિંગનો ક્રેઝ વધી રહ્યો છે તે જોઈને લાગે છે કે કેટલાક વર્ષોમાં આ ટ્રેન્ડ જીવનસાથી શોધવાના ટ્રેન્ડને પાછળ છોડી દેશે.

સૌથી વધુ ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ થાય છે ભારતમાં
ભારતમાં ગૂગલના રાષ્ટ્રીય નિર્દેશક વિકાસ અગ્નિહોત્રીએ રિપોર્ટ પર જાણકારી આપતા કહ્યું કે, ભારતમા ઑનલાઈન સ્પેસમાં આટલું જીવંત ક્યારેય નથી રહ્યું. ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી ઈંટરનેટ ડેટાનો ઉપયોગ કરનાર દેશ બની ગયો છે.

આ પણ વાંચોઃ ભારતીય મૂળના આ CEOsનો અમેરિકામાં ડંકો, અનેક ગણો વધાર્યો કંપનીઓનો નફો



ક્ષેત્રીય ભાષામાં સર્ચ કરનારાઓની સંખ્યા વધી
ગૂગલની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્ષેત્રીય ભાષામાં ઈંટરનેટનો વપરાશ કરનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અને આ આંકડો સતત વધી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2019 02:36 PM IST | મુંબઈ(ટેક ડેસ્ક)

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK