કાશ્મીર એન્કાઉન્ટરમાં જૈશનો ટોચનો કમાન્ડર ઠાર થયો

13 October, 2021 08:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસે જાણ કરી હતી કે ત્રાલમાં ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

પ્રતિકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલમાં બુધવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશના ટોચના આતંકવાદી કમાન્ડર શામ સોફી માર્યો ગયો હોવાની માહિતી અધિકારીઓએ આપી છે.

વિજય કુમારે કાશ્મીરને ટાંકીને જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજીપીને ટાંકીને એક ટ્વિટમાં કહ્યું કે “ત્રાલ એન્કાઉન્ટરમાં ટોચના જૈશે-એ-મહોમ્મદના કમાન્ડર આતંકવાદી શામ સોફી માર્યો ગયો છે.”

પોલીસે જાણ કરી હતી કે ત્રાલમાં ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.

પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે આ વિસ્તારને કોર્ડન કર્યા બાદ અને આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગ થયું હતું.

આતંકવાદીઓ છુપાયેલા હતા તે સ્થળે સુરક્ષા દળો પહોંચ્યા હોવાથી, તેઓ ભારે માત્રામાં ફાયરિંગ હેઠળ આવ્યા હતા અને વળતા જવાબમાં આ એન્કાઉન્ટર થયું હતું.

national news jammu and kashmir india