04 May, 2026 07:19 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ બંગાળની સત્તાની ચાવી કોના હાથમાં જશે એનો ફેંસલો તો આજે આવી જશે, પરંતુ એ પહેલાં સટ્ટાબજારમાં પણ ચોંકાવનારા ઊલટફેર થઈ ગયા છે. ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ ઉપરાંત રાજસ્થાનના ઐતિહાસિક ફલોદીના સટ્ટાબજાર પર અનેક લોકોની નજર ટકેલી છે. ચૂંટણી શરૂ થઈ ત્યારે ફલોદીનું સટ્ટાબજાર TMCની જીત માટે આશ્વસ્ત હતું. એ વખતે બજારમાં TMCને ૧૫૮-૧૬૧ બેઠકો સાથે જીત અને BJP ૧૨૭-૧૩૦ બેઠકો પર અટકી ગયેલી હોવાનો દાવ હતો. જોકે ૨૯ એપ્રિલે થયેલા બીજા તબક્કાના મતદાન પછી રાજ્યમાં થયેલા બમ્પર ૯૨.૪૭ ટકા મતદાને સટ્ટાબજારનાં સમીકરણો બદલી નાખ્યાં હતાં.
મતગણતરીના એક દિવસ પહેલાં એટલે કે ગઈ કાલે ફલોદીના સટ્ટાબજારમાં બાજી BJPની સરકાર બનવાની સંભાવના જતાવી રહી છે. નવાં સમીકરણો અનુસાર હવે BJPને ૧૫૦-૧૫૨ બેઠકો અને TMCને ૧૩૭-૧૪૦ બેઠકો પર પાછળ રહેતી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
ભવાનીપુરમાં દીદી પર ખતરો
સટ્ટાબજારની સિસ્ટમમાં જેનો ભાવ જેટલો વધુ હોય એટલું એને નબળું માનવામાં આવે છે. ભવાનીપુર બેઠક પર મમતા બૅનરજી પર ૨૦-૨૫ પૈસાનો ભાવ લાગેલો હતો જે વધીને ૫૦ પૈસા પહોંચી ગયો છે. આ બદલાયેલા ભાવ મમતા બૅનરજીને ફરી એક વાર તેમની જ સીટ પર નબળાં પડવા તરફ ઇશારો કરી રહ્યા છે.