29 April, 2025 02:34 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પદ્મ અવૉર્ડ્સ એનાયત કરવાનો સમારોહ
ગઈ કાલે રાષ્ટ્રપતિભવનમાં પદ્મ અવૉર્ડ્સ એનાયત કરવાનો સમારોહ યોજાયો હતો જેમાં અયોધ્યાના રામમંદિરના શિલાન્યાસ, રામલલાની પ્રાણપ્રતિષ્ઠા અને શ્રી કાશી વિશ્વનાથ ધામનાં મુરત કાઢનારા વિદ્વાન પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રાવિડને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન જ્યોતિષના ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરવા બદલ તથા સાંસ્કૃતિક વિરાસતોના રક્ષણ બદલ આપવામાં આવ્યું છે. પંડિતજીને રાષ્ટ્રપતિએ નવાજ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.