૮ વીઘા જમીનમાં તૈયાર થશે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નાથ સંપ્રદાયનો મહારાજા ટેન્ટ

06 January, 2025 08:27 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

આ ટેન્ટ કુંભમેળાનો સૌથી મોટો અને આકર્ષક બની રહેશે

યોગી આદિત્યનાથ

પ્રયાગરાજમાં મહાકુંભ વખતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો મહારાજા ટેન્ટ હજી તૈયાર થયો નથી અને સૌથી છેલ્લે એનું બાંધકામ ચાલી રહ્યું છે. આ ટેન્ટ આઠ વીઘા જમીનમાં બનાવવામાં આવી રહ્યો છે જે નાથ સંપ્રદાયનો સૌથી મોટો ટેન્ટ બની રહેશે.

આ ટેન્ટ કુંભમેળાનો સૌથી મોટો અને આકર્ષક બની રહેશે. એમાં ચાર મોટા જર્મન હૅન્ગ પણ બનાવવામાં આવશે અને એમાં ૫૦થી ૬૦ નાના ટેન્ટ બનશે. દેશભરમાંથી આવનારા નાથ સંપ્રદાયના સાધુ-સંત એમાં રહેશે.

૨૦૧૯માં કુંભમેળા વખતે યોગી આદિત્યનાથની કૅબિનેટે નાથ સંપ્રદાયના ટેન્ટમાં સાથે ભોજન લીધું હતું અને આ વખતે આ કાર્યક્રમ ૨૧ જાન્યુઆરીએ રાખવામાં આવ્યો છે.

national news india yogi adityanath uttar pradesh kumbh mela