ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ઘર નજીક આવેલી બહુમાળી ઇમારતમાં આગ, 18નું રેસક્યું

12 April, 2025 07:07 AM IST  |  Surat | Gujarati Mid-day Online Correspondent

Surat Fire New: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ ઇમારતના નજીકમાં જ આવેલું છે. માહિતી મળતાં જ હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર બ્રિગેડ આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરે પછી નુકસાનનું પ્રમાણ જાણી શકાશે.

સુરતના વેસુમાં હેપ્પી એક્સલેન્સિયા બિલ્ડિંગના આઠમાં માળે અચાનક આગ લાગી. આગ વધી ને ઉપરના ફ્લોરમાં પણ ફેલાઈ હતી.

ગુજરાતની ડાયમંડ સિટી સુરતના સૌથી પૉશ વિસ્તારો પૈકીના એક વિસ્તારમાં આગ લાગવાની એક મોટો ઘટના સામે આવી છે. શુક્રવારે સવારે વેસુ વિસ્તારમાં આવેલા હેપ્પી એન્ક્લેવ બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આગ ઇમારતના 8મા માળે લાગી હતી. આ પછી, ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી અને 7મા, 8મા અને 9મા માળેથી લોકોને બચાવ્યા હતા. આગ લાગી ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ઘટનાસ્થળે હાજર થ્ય હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા પણ સુરતમાં આગ લાગવાની ઘણી ઘટનાઓ બની છે.

ગૃહમંત્રીનું ઘર ઘાટનસ્થળની નજીક

મળતી માહિતી મુજબ, આ આગ સવારે આઠ વાગ્યાની આસપાસ લાગી હતી. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પણ આ ઇમારતના નજીકમાં જ આવેલું છે. માહિતી મળતાં જ હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચી ગયા. ફાયર બ્રિગેડ આગ ઓલવવાની કામગીરી પૂર્ણ કરે પછી નુકસાનનું પ્રમાણ જાણી શકાશે. હજી સુધી એ ખબર નથી પડી કે બધી સુવિધાઓ અને ઉચ્ચ જાળવણી સાથે આટલી મોટી ઇમારતમાં આગ કેવી રીતે લાગી? ગયા મહિને સુરતના શિવશક્તિ કાપડ બજારમાં ભીષણ આગ લાગી હતી. પછી 30 કલાકની મહેનત પછી આગ ઓલવી શકાઈ.

શુક્રવારે સવારે ૧૧ એપ્રિલ, ૨૦૨૫ના રોજ સુરતમાં એક રહેણાંક ટાવરમાં આગ લાગી હતી, ત્યારબાદ તેના ટેરેસ પર ફસાયેલા ૧૮ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી બહુમાળી હેપ્પી એક્સેલન્સિયા ઇમારતના સાતમા માળે સવારે ૮ વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ટૂંક સમયમાં જ તેણે ઉપરના બે માળને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા, એમ સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું.

સુરત ફાયર બ્રિગેડે રહેવાસીઓને ઇમારતમાંથી નીચે ઉતરવામાં મદદ કરી હતી. ટેરેસ પર ફસાયેલા અઢાર લોકોને પણ બચાવી લેવામાં આવ્યા હતા. આગ કાબુમાં છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી,” માવાણીએ જણાવ્યું હતું. “ઘાટા ધુમાડાને કારણે સીડી પરથી નીચે ઉતરવું અશક્ય હતું. આમ, અમે ટેરેસ પર ગયા. બાદમાં, ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પહેલા આગ બુઝાવી અને પછી અમારા ચહેરા પર ભીના ટુવાલ વીંટાળીને અમને નીચે ઉતાર્યા,” રહેવાસીએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે ફાયર બ્રિગેડે પહેલા ૪૦ રહેવાસીઓને સીડી પરથી નીચે ઉતરવામાં મદદ કરી અને પછી ટેરેસ પરથી અન્ય લોકોને બચાવ્યા. "મને બિલ્ડિંગના ઘણા રહેવાસીઓ પરિચિત છે. લગભગ 50 ફાયર બ્રિગેડ કર્મચારીઓ અને પાંચ ફાયર ફાઇટીંગ વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે ટેરેસ પર ફસાયેલા 18 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પ્રશંસનીય કાર્ય કર્યું," સંઘવીએ ઉમેર્યું.

surat fire incident harsh sanghavi gujarat news gujarat