ઑક્સીજન સપ્લાય મામલે દિલ્હી HCના આદેશ અને કેન્દ્રની અરજી બાબતે આજે SCમાં સુનાવણી

05 May, 2021 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કેન્દ્રની અરજી પર આજે જ સુનાવણી કરવા માટે સુપ્રીમ કૉર્ટ તૈયાર છે. જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડની બેન્ચ સુનાવણી કરશે.

પ્રતીકાત્મક તસવીર

ઑક્સીજન મામલે દિલ્હી હાઇકૉર્ટના આદેશ વિરુદ્ધ કેન્દ્ર સરકાર સુપ્રીમ કૉર્ટ પહોંચી છે. હાઇકૉર્ટે દિલ્હીને ઑક્સીજન આપૂર્તિ ન કરવા પર અવહેલના માટે કારણ જણાવો નોટિસ જાહેર કરી હતી, જેને કેન્દ્ર સરકારે સુપ્રીમ કૉર્ટમાં પડકાર આપ્યો છે. કેન્દ્રની આ અરજી પર આજે જ સુનાવણી કરવા માટે સુપ્રીમ કૉર્ટ તૈયાર છે. જસ્ટિસ ડિવાઇ ચંદ્રચૂડની બેન્ચ સુનાવણી કરશે.

એસજી તુષાર મેહતાએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે કેન્દ્ર, તેના અધિકારી પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે તો હાઇકૉર્ટ અવહેલનાની કાર્યવાહી શું કામ કરે છે. એસજી તુષાર મેહતાએ હાઇકૉર્ટને જણાવ્યું કે કેન્દ્રએ સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી છે. આ અંગે હાઇકૉર્ટે કહ્યું કે તે 2.30 વાગ્યે સુનાવણી કરશે.

તો દિલ્હી હાઇકૉર્ટમાં કોવિડની સ્થિતિ, ઑક્સીજન અને બેડની અછત પર સુનાવણી જાહેર કરી છે. દિલ્હી સરકાર તરફથી કૉર્ટે જણાવ્યું કે ગઈ કાલે રાત સુધી 555MT ઑક્સીજન આપવામાં આવ્યું. કૉર્ટના સલાહકારે જણાવ્યું કે સ્થિતિ પહેલાથી બહેતર બની રહી છે. દિલ્હી સરકારે કહ્યું કે કૉર્ટ ઑક્સીજન પર રોજ મૉનિટર કરે. તેમને લાગે છે કે ટૂંક સમયમાં દિલ્હીને 700 MT ઑક્સીજનની જરૂર પડવાની છે.

કેન્દ્ર સરકારના વકીલે હાઇકૉર્ટમાં કહ્યું કે, "હું કાલે કહેવા કંઇક માગતો હતો અને થયું કંઇક બીજું. ઇલેક્ટ્રૉનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાએ તેનો અર્થ બીજો કાઢ્યો. હું ખૂબ જ દુઃખી છું. હાઇકૉર્ટે જણાવ્યું કે દુઃખી થવું જ જોઇએ. દિલ્હીને જેટલા ઑક્સીજનની જરૂર હતી. તેટલું આપવામાં આવ્યું નહીં. સુપ્રીમ કૉર્ટે પણ કહ્યું કે તમારે તમારું કામ કરવું જોઇએ અને જરૂર પ્રમાણે દિલ્હીને ઑક્સીજન આપવું જોઇએ. અમે આદેશ આપ્યો અને આદેશનું પાલન ન થયું."

national news delhi high court delhi supreme court coronavirus covid19