VVPAT પર 21 વિપક્ષની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

07 May, 2019 11:46 AM IST  | 

VVPAT પર 21 વિપક્ષની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

ફાઈલ ફોટો

લોકસભા ચૂંટણી 2019ના નિર્ણયો પહેલા વિપક્ષને મોટો ઝાટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વીવપેટને લઈને 21 વિપક્ષી દળોની પૂનર્વિચાર અરજીને રદ કરી છે. વિપક્ષી દળોએ સુપ્રીમ કોર્ટને 50 ટકા વીવીપેટ ચિઠ્ઠીઓને ઈવીએમ સાથે મેળવવા માટે માગ કરી હતી. અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મામલે પુન: વિચાર માટે કોર્ટ ઈચ્છુક નથી.

આ પહેલા 8 એપ્રીલના સુનાવણી દરમિયાનન સુપ્રીમ કોર્ટે બધી જ વિધાનસભા ક્ષેત્રોમાં 5 EVMને વીવીપેટની ચિઠ્ઠીઓ સાથે મેળવવા આદેશ આપ્યો હતો. કોર્ટે પહેલા 1 ઈવીએમને ચેક કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ આ આદેશ બદલીને 5 ઈવીએમ મશીનને વીવીપેટ સાથે મેળવવા આદેશ આપ્યો હતો. જણાવી દઈએ કે હાલ માત્ર એક ઈવીએમ મશીનને એક વીવીપેટ મશીન સાથે મેળવવામાં આવતું હતું.

આ પણ વાંચો: સતત 126 કલાક નૃત્ય કરીને 18 વર્ષની કન્યાએ બનાવ્યો વર્લ્ડ રેકૉર્ડ

આન્ધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબૂ નાયડૂ અને કૉન્ગ્રેસ સહિત કુલ 21 વિપક્ષી દળોએ તેમની પુન:વિચાર અરજીમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે 1ની જગ્યાએ 5 મશીનને વીવીપેટ સાથે મેળવવા આદેશ આપ્યો છે પરંતુ આ ચેકિંગ કુલ વોટિંગના માત્ર 2 ટકા થાય છે જે યોગ્ય નથી અમારી માગ છે કે ઓછામાં ઓછુા 50 ટકા વીવીપેટને ઈવીએમ મશીન સાથે ચેક કરવામાં આવે.' નિર્ણય વિપક્ષના પક્ષમાં આવવા છતા વિપક્ષી ફરીયાદો ઓછી થતી નથી જો કે વિપક્ષની માગને સુપ્રીમ કોર્ટ દ્વારા અરજી રદ કરવામાં આવી છે.

supreme court delhi congress